યુવતીને મળવા ગયા બાદ પ્રેમીનું આ રીતે કપાયું નાક..!

જાણવા જેવો કિસ્સો

યુવતીને મળવા ગયા બાદ પ્રેમીનું આ રીતે કપાયું નાક..!

Mysamachar.in-અમરેલી:

યુવતીએ પોતાના પ્રેમીને મોડી રાત્રીના ઘરે મળવા બોલાવ્યા બાદ તેણીના રૂમમાં યુવક અને યુવતી વાતોમાં મશગૂલ હતા. તેવામાં યુવતીનો પરિવાર જાગી જતા યુવકને બેફામ માર મારીને તેનું નાક કાપી લીધાનો બનાવ બાબરાના જીવાપર ગામે બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

પ્રેમીપંખીડાના આ ચકચારી કિસ્સાની વાત જાણે એમ છે કે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર ગામે રહેતા પ્રકાશ મકવાણાને ગામની યુવતી સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. તેવામાં યુવતીએ તેના પ્રેમીને ફોન કરીને મોડી રાત્રીના ઘરે મળવા બોલાવ્યો હતો અને યુવતીના રૂમમાં બંને વાતો કરતા હતા, તેવામાં યુવતીનો પરિવાર જાગી જતા ભારી બઘડાટી બોલી હતી અને પ્રકાશને બેફામ માર મારીને બે  શખ્સો યુવક ઉપર ચડી બેસીને છરીથી નાક કાપી નાખ્યું હતું. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત યુવકને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.