ઉપરથી સુચના આવ્યા બાદ જામનગરમાં નમકીન અને મીઠાઈના સેમ્પલો લેવાયા 

પોલીસએ ઘીનો જથ્થો ઝડપ્યો,ત્યારે ફૂડ શાખા શું કરતી હતી.?

ઉપરથી સુચના આવ્યા બાદ જામનગરમાં નમકીન અને મીઠાઈના સેમ્પલો લેવાયા 

mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાની જાણીતી ફૂડશાખા દ્વારા આજે ઉપરથી સુચના આવતા જામનગર શહેરમા મીઠાઈ અને ફરસાણ ના ૧૦ વિક્રેતાઓ ને ત્યાંથી ૨૦ જેટલા સર્વેલન્સ સેમ્પલ લેવાની કાર્યવાહી બાહોશ ટીમ દ્વારા કરવામાં આવી છે,

મનપાના ફૂડ ઇન્સ્પેક્ટર ડી.બી.પરમાર ના જણાવ્યા મુજબ ઉપરથી આવેલ સુચના અન્વયે જામનગરના રણજીતનગર સહિતના વિસ્તારમાંથી મીઠાઇ અને ફરસાણ વેચાણ કરતાં વેપારીઓ ને ત્યાંથી વિવિધ ખાદ્યપદાર્થો જેવા કે મારવાડીસેવ,કાજુ કતરી,ચોકલેટ બરફી,સિલ્વરફોઈલ મીઠાઈઓ,ફરાળી ચેવડો, ઘી, ગુલાબ બરફી,અંજીર રોલ સહિતની ૨૦ ખાદ્યસામગ્રી ના સર્વેલન્સ સેમ્પલો લઈને તેને તપાસણી અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે,

હવે લેવાયેલ સેમ્પલો મા કાઈ વાંધાજનક મળે છે કે કેમ તે સેમ્પલો નું પૃથ્થકરણ થયા બાદ સામે આવશે.

૫૨૮ કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પોલીસે ઝડપ્યો,ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ શું કરતી હતી.??

ગઈકાલે જ જામનગરના લીંડીબજાર નજીક રહેણાંક મકાનમાં થી પોલીસની ટીમ એ ભેળસેળયુક્ત શંકાસ્પદ ઘી નો ૫૨૮ કિલો જથ્થો લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે પૂર્વે જ ઝડપી પાડ્યો ત્યારે જો પોલીસને આવું ઘી વેચાણ થતું હોય અને માહિતી મળતી હોય તો મનપાની ફૂડ ઇન્સ્પેકટરોની બાહોશ ટીમ શું કરતી હતી તે સવાલ ઉભો થાય તે પણ સ્વાભાવિક છે,ગઈકાલે પોલીસએ રેઇડ કર્યા બાદ ફૂડ ઇન્સ્પેકટરોની ટીમ ને ત્યાં બોલાવી હોવાનું ખુદ ફૂડ ઇન્સ્પેક્ટરએ જ જણાવ્યું છે.