જામનગર જિલ્લામાં સામે આવેલ પ્રથમ કોંગોફીવર ના કેસને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર બન્યું એલર્ટ...

જાણો શું છે રોગ અને તેના ચિહ્નો..

જામનગર જિલ્લામાં સામે આવેલ પ્રથમ કોંગોફીવર ના કેસને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર બન્યું એલર્ટ...

Mysamachar.in-જામનગર:

રાજ્યમાં સુરેન્દ્રનગર બાદ જામનગરમાં પણ કોંગો ફિવરે એ દેખા દેતા જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર સાબદું બન્યું છે, ગતરાત્રીના જામનગરના જી.જી.હોસ્પિટલમાં ત્રીજા વર્ષમાં ફરજ બજાવતી ૨૭ વર્ષીય મહિલા રેસીડેન્ટ તબીબને કોંગો ફીવરનો રીપોર્ટ પોજીટીવ આવતા તેની સઘન સારવાર હાલ આઇસોલેશન વોર્ડમાં ચાલી રહી છે, ત્યારે રોગચાળો વધતો અટકે લોકોમાં જાગૃતિ આવે અને લોકો સમયસર જરા પણ આ રોગને લગત લક્ષણ જણાઈ આવે તો તેની સારવાર માટે પહોચે તેવી અપીલ પણ જીલ્લા કલેકટર રવિશંકર અને તબીબો દ્વારા આજે યોજાયેલા પત્રકાર પરિષદમાં કરવામાં આવી છે,

મળી રહેલી વિગતો મુજબ રાજ્યમાં ૨૦ ઓગસ્ટ પછી કુલ ૮ કેસો કોંગો ફીવરના નોંધાયા છે, ત્યારે જામનગરમાં પણ એક કેસ સામે આવતા જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી અને જરૂરી સારવાર માટે તબીબોની ટીમ ખડેપગે હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું, આજે યોજાયેલા આ પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકર ઉપરાંત નિવાસી અધિક કલેકટર આર.વી. સરવૈયા, મેડીકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, અધિક ડીન. ડો. એસ.એસ. ચેટર્જી, જીલ્લા આરોગ્ય અધિકારી બથવાર, એમઓએચ વગેરે પણ હાજર રહ્યા હતા.

-અઠવાડિયામાં મને એક્શન ટેક્ન રીપોર્ટ સબમિટ કરો:કલેકટર:રવિશંકર

આજે યોજાયેલી પત્રકાર પરિષદમા પશુપાલન વિભાગને કલેકટર સુચના આપી અને કહ્યું કે વિભાગ દ્વારા દરેક ગામોમાં જઈ ને લોકોને ખાસ કરીને પશુપાલકોને આ રોગ અંગે સમજૂત કરી અને ઈતરડી નો નાશ અને કોંગો ફીવરને અટકાવવાની સઘન કામગીરી કરવા અંગેનો એક અઠવાડિયામાં રીપોર્ટ સબમિટ પણ કરવા પણ કલેકટર દ્વારા લગત અધિકારીને સુચના અપાઈ છે

-શું છે કોંગો ફીવર...

Crimean Congo Haemorrhagic Fever જેને ગુજરાતીમાં ક્રિમિઅન કૉંગો રક્તસ્ત્રાવ તાવથી ઓળખવામાં આવે છે. આ રોગ Tick એટલે કે ઇતરડી થી ફેલાતો એક વાયરલ રોગ છે. તે પશુઓમાં રોગકારક સ્વરૂપે નહિ પણ મનુષ્ય માટે ગંભીર રોગકારક હોય શકે છે. એટલે કે Zoonotic Importance ધરાવતો રોગ છે. CCHF રોગ એ પશુઓમાં કોઈપણ જાતના ચિન્હો દર્શાવ્યા સિવાય ફક્ત આ રોગ Nairo-Virus જેની Family-Bunyaviridae_ છે. તેનાથી થાય છે. આ રોગના ફેલાવવા માટે Hyalomma નામની ઇતરડી એ વાહક તરીકે ભાગ ભજવે છે. આ રોગ ૧૦-૪૦% મુત્યુદર ધરાવે છે. આ રોગ મોટે ભાગે આફ્રિકા, ગ્રીસ, ઈરાન, ઈરાક, પાકિસ્તાન, રશિયા તથા ભારત(ગુજરાત)માં જોવા મળે છે.

આ રોગ ફેલાવવાના કારણો...

   - રોગયુક્ત ઇતરડી કરડવાથી

   - રોગકારક ઇતરડીવાળા પશુઓને ધોવા અને સાફ કરતી વખતે હાથના સીધા સંપર્કથી

   - રોગયુક્ત પશુઓના રક્ત તથા માંસપેશીઓના સીધા સંપર્કથી

   - માનવ માટે રોગી માનવથી અને તેના અન્ય ડીસ્ચાર્જ (લોહી,પરૂ) સાથે સીધા સંપર્કથી થાય છે.

-CCHF રોગના ચિન્હો અને લક્ષણો છે આવા...

પશુઓમાં આ રોગના લક્ષણો દેખાતા હોતા નથી. પરંતુ મનુષ્યમાં આ રોગ તાવ, ચક્કર, ગરદનનો દુખાવો, ઝાડા-ઉલટી અને આંખ, મોં તથા પેશાબમાં લોહી નીકળવા સાથે જોવા મળે છે. ગંભીર બીમારી દર્દીઓમાં નવ-દસ દિવસના ગાળામાં ઝડપી કીડની, લીવર અને પલમોનરી ની નિષ્ફળતાથી લોહી ઓછું તથા મૃત્યુ પણ થઈ શકે છે.