કચ્છ નજીક ત્રિપલ અકસ્માત,૧૦ ના મોત

કચ્છ નજીક ત્રિપલ અકસ્માત,૧૦ ના મોત

Mysamachar.in-કચ્છ:

કચ્છ:ભુજના માનકુવા નજીક આજે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે,રીક્ષા ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાઈ જતા કુલ ૧૦ લોકોના મોત થયાનું સામે  આવી રહ્યું છે,વધુ કેટલાક ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે,જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે છકડામાં ૧૩ જયારે બાઈક પર ૩ લોકો સવાર હતા.પોલીસ આરટીઓ સહિતનું તંત્ર સ્થળ પર દોડી ગયું છે,અને વધુ તપાસ અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે.