જામનગર કાલાવડ નજીકના બાલમભડી ડેમ ના નીચાણવાળા ૮ ગામોને એલર્ટ કરાયા

ડેમની સપાટી ૯૦% સુધી પહોચી જતા સિંચાઇ વિભાગ દ્વારા

જામનગર કાલાવડ નજીકના બાલમભડી ડેમ ના નીચાણવાળા ૮ ગામોને એલર્ટ કરાયા

MYSAMACHAR.IN-જામનગર:

જીલ્લા પર ગઈકાલ મેઘો મહેરબાન થયો છે..જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે..ત્યારે સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકામાં નોંધાયો છે..કાલાવડમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે..ત્યારે કાલાવડ પંથકમા  ભારે વરસાદ ને પગલે બાલમભડી ડેમની સપાટી ૯૦% સુધી પહોચી જતા સિંચાઇ વિભાગ દ્વારા ડેમ આસપાસ આવેલ નીચાણવાળા ગામો જેવા કે જશાપર,બાવાખાખરીયા,વીરવાવ,જીવાપર,સતિયા,સોરઠા,નાગાજર સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ના કરવા અને એલર્ટ રહેવા સૂચનાઓ તંત્ર તરફથી જારી કરવામાં આવી છે..