ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી બાબુઑને ખુલ્લા પાડવામાં ACB સફળ..

આ વર્ષે થયો વધારો

ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી બાબુઑને ખુલ્લા પાડવામાં ACB સફળ..

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં હમણાં–હમણાં ભ્રષ્ટાચારના અનેક કેસો ACBએ કરીને ભ્રષ્ટ સરકારી બાબુઓને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે, જામનગર સહિત રાજયભરમાં પોલીસ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ સરકારી પગાર મેળવતા હોવા છતા કટકી માંગવાના કિસ્સામાં અરજદારોએ જાગૃતતા દાખવીને ACBની મદદથી ખુલ્લા પાડયા છે,ત્યારે ACBને આ પ્રયત્નોમાં ક્યાંકને ક્યાંક વધુ સફળતા મળી હોય તેવું સામે આવ્યું છે,

એક અહેવાલ મુજબ ગુજરાતમાં ACB દ્વારા કરવામાં આવતા લાંચના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે આરોપીઓને સજા કરવાના કિસ્સામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.અને આ મામલે ACBના મદદનીશ નિયામક ડી.પી.ચુડાસમાના કહેવા મુજબ ચાલુ વર્ષે ACBને 50 ટકા કેસમાં આરોપીઓને સજા અપવાવામાં સફળતા મળી છે.અને તાજેતરમાં જ ACBના છ કેસમાં કોર્ટએ આરોપીઓને સજા ફટકારી છે,જેમાં દાહોદ વિસ્તારમાં આવકવેરા આધિકારી દિનેશ મીણાને ૪ વર્ષની સજા અને રૂપીયા ૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. 

આમ છેલ્લા ૪ વર્ષની સરખામણીમાં ૨૦૧૯ અને ચાલુ વર્ષ સુધીમાં ACBએ કરેલા કેસમાં આરોપીને સજા થવાના પ્રમાણમાં બમણો વધારો જોવા મળ્યો છે.જેની પાછળ ટ્રેપ દરમિયાન પોલીસ અધિકારીએ કઇ કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ તે માટે ACB દ્વારા તાલીમ પણ આપવામાં આવી રહી છે. તેમજ ટ્રેપ દરમિયાન મહત્તમ સાયન્ટીફિક અને ડીજીટલ પુરાવા એકત્ર કરવાની સુચના આપવામાં આવી છે. ACBના કેસમાં એફએસએલની કામગીરી પણ સૌથી મહત્વની સાબિત થાય છે.