કરોડોની કિમતના હાથીદાંત લઈને ફરતો શખ્સ ઝડપાયો 

ખુબ મોટી કિમંત હોય છે આ દાંતની, બે દાંત હતા શખ્સ પાસે 

કરોડોની કિમતના હાથીદાંત લઈને ફરતો શખ્સ ઝડપાયો 

Mysamachar.in-વડોદરા:

એક કરોડની કિંમતના હાથી દાંત વેચવા નીકળેલો શખ્સ વડોદરાથી પકડાયો છે. આફ્રિકાન હાથીના બે દાંત વેચવા ફરતો સુભાનપુરાનો શખ્સ પકડાયો છે. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોએ વન વિભાગને સાથે રાખી જસાપુરા વિસ્તારના મકાનમાંથી ડમી ગ્રાહક મોકલીને આરોપીને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્યૂરોએ 1 કરોડની કિંમતના હાથી દાંત સાથે વિનાયક નામના શખ્સની ધરપકડ કરી છે. 

જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે વન વિભાગના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોને દિલ્હીથી બાતમી મળી હતી કે, વડોદરામાં એક શખ્સ હાથી દાંત વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે બાદ વન વિભાગના અધિકારીઓએ ગ્રાહકનો સ્વાંગ રચીને વિનાયક  પુરોહિત નામના શખ્સને પકડી પાડ્યો હતો. વનવિભાગની ટીમ, જીપીએસસી સહિતની ટીમોના 10 જેટલા સભ્યોએ રેડ પાડી હતી. વન વિભાગે વિનાયક પાસેથી જે બે હાથી દાંત કબજે કર્યા હતા, તેમાં એક હાથી દાંતનું વજન 2 કિલો હતું. એક હાથી દાંતની લંબાઈ 110 સેમી છે અને તેનું વજન 2 કિલો 766 ગ્રામ છે. તો અન્ય હાથી દાંતની લંબાઈ 110 સેમી તથા તેનું વજન 2 કિલો અને 880 ગ્રામ છે. વિનાયકે પૂછપરછમાં કહ્યું કે, આ હાથી દાંત તેના દાદા આફ્રિકાથી 1964માં લાવ્યા હતા.  વિનાયક પાસેથી મળેલી માહિતી બાદ વન વિભાગે સઘન તપાસ શરૂ કરી છે.