ખંભાળિયામા એક યુવકે પોલીસકર્મી પર કર્યો હુમલો..

શું પોલીસ જ નથી સુરક્ષિત.?

ખંભાળિયામા એક યુવકે પોલીસકર્મી પર કર્યો હુમલો..

Mysamachar.in-ખંભાળિયા:

તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં વોરંટ બજાવવા માટે આરોપીને ઘરે ગયેલ બે પોલીસકર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી હતી,ત્યાં જ વધુ એક વખત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પોલીસમથકના પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવતા ખુદ રક્ષકો જ સુરક્ષિત ના હોય તેમ લાગી રહ્યું છે,

વાત એવી છે કે ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા નિલેશભાઈ ગોજીયા નામના પોલીસકર્મી ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક ચેકીંગમાં હતા,ત્યારે તેવોને ખંભાલીયામા વસવાટ કરતાં અશ્વિન જોશી શંકાસ્પદ રીતે ફરી રહ્યો પોલીસકર્મીએ પોતાની ફરજના ભાગરૂપે નામ-ઠામ સહિતની વિગતો અશ્વિન જોશીની પૂછતા પોતાની ઓળખ છુપાવવા તેને ખોટું નામ આપી અને પોલીસકર્મી સાથે રકજક કરી હતી,અને ઝપાઝપી કરી અને પત્થર વડે હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરતાં આ અંગે પોલીસકર્મીએ અશ્વિન જોશી વિરુદ્ધ ફરિયાદ આપતા ખંભાળિયા PSIએ આ મામલે તપાસ હાથ ધરી છે.