તીનપત્તીનો જુગાર રમતા માતા-પુત્ર સહિત ૮ મહિલાઓ ઝડપાઇ

સરકારી ખરાબામાં જામી હતી રમત

તીનપત્તીનો જુગાર રમતા માતા-પુત્ર સહિત ૮ મહિલાઓ ઝડપાઇ

Mysamachar.in-જામનગર:

કોઈ પણ કુટેવની લત વ્યકિતને ગમે ત્યાં લઈ જઇ શકે એમાં જુગાર રમવાનો શોખ પૂરો કરવા ખેલૈયાઑ ગમે ત્યાં જતાં હોય,તેમ જામનગરની જુગાર રમવાની શોખીન મહિલાઓ સપડા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમવા ગયેલ હોવાની એલ.સી.બી.ને ગંધ આવી જતા દરોડા પાડીને માતા-પુત્ર સહિત ૮ મહિલાઓ રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવતા શહેરભરમાં ચકચાર જાગી છે,

જુગારના દરોડાની વિગત પ્રમાણે જામનગર નજીક સપડા ગામની સીમમાં સરકારી ખરાબામાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ રેઇડ પાડતા તીનપત્તીના જુગાર રમવામાં મશગુલ જામનગર ખાતે રહેતા હર્ષાબેન પ્રફુલભાઇ ગૌસ્વામી, રાધાબેન જીતેન્દ્રભાઈ વીઠલાણી, રીનાબેન રમેશભાઈ જરમરીયા, મેમુનાબેન મહમદભાઈ રુઝા, પ્રભાબેન મંગાભાઇ પરમાર, ગંગાબેન ભીમજીભાઈ મંગે અને સપડા ગામના સીમમાં રહેતી હંસાબા ભૂપતસિંહ દેડા તેમજ જામનગરના પ્રતિક પ્રફુલભાઇ ગૌસ્વામીને રોકડા ૨૯ હજાર તેમજ એક વાહન મળીને કુલ ૨.૨૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે,

આ જુગારના દરોડામાં પંચેશ્વર ટાવર પાસે રહેતા હર્ષાબેન અને પ્રતિક ગૌસ્વામી માતા-પુત્ર હોય,બંને પણ જુગાર રમવાનો શોખ હોવાથી સાથે રમતા ઝડપાતા ચર્ચા જાગી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.