સલાયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત 8 ઈસમો જુગાર રમતા ઝડપાયા 

લૂડો ગેમ્સ પર રમાતો હતો જુગાર અને પોલીસ પ્રગટી 

સલાયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત 8 ઈસમો જુગાર રમતા ઝડપાયા 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાની સલાયા પોલીસે એક મકાનમાંથી લૂડો ગેમ્સ પર રમાતા જુગાર પર દરોડો પાડી અને સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહીત 8 ઇસમોને ઝડપી પાડ્યા છે.સલાયા પોલીસે બાતમી હકિકત અન્વયે સલાયા ટાઉનમાં જકાત નાકા પાસે રહેતા ઝરીના નુરમામદ સંઘાર પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમી રમાડે છે તેવી બાતમી આધારે આ રહેણાંક મકાને જુગાર અંગેની રેઇડ કરતા સીદીક ઓસમાણ સંઘાર, નજીર હારૂનભાઇ સંઘાર, કરીમ હાસમભાઇ સુંભણીયા, ઇકબાલ ઓસમાણભાઇ કારા, હાસમ ઇસ્માઇલભાઇ ભાયા, રમીજ તાલબભાઇ ભગાડ,આમીન ઇબ્રાહિમભાઇ ગંઢાર,સલીમ અલીભાઇ, અને સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમભાઇ ભગાડ આ તમામને  રોકડા રૂપીયા 38200 તથા મોબાઇલ નંગ-8 તથા જુગારના સાધનો જેમાં પ્લાસ્ટીકના કેરેમ બોર્ડ નંગ-2 તમામ મુદામાલ મળી 77500 ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ 4-5 મુજબ સલાયા મરીન પો.સ્ટે.માં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.