જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની 8 કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ 

હજુ વધુ મિલકતો ટાંચમાં લેવાઈ તેવી શક્યતાઓ 

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની 8 કરોડની મિલકતો  ટાંચમાં લેવાઈ 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લામાં એક ક્રાઈમ સીન્ડીકેટ ચલાવતા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, તો બીજી તરફ જયેશ પટેલ હાલ યુકે જેલમાં છે, જયારે તેના સાગરીતો રાજ્યની અલગ અલગ જેલમાં છે તો અમુક ફરાર છે, ત્યારે જામનગર પોલીસ વિભાગ દ્વારા પુરાવાઓ એકત્ર કરીને જયેશ પટેલ દ્વારા ખંડણી તરીકે લેવામાં આવેલ પ્લોટો સહિતની મિલકતનું એક લીસ્ટ તૈયાર કરી તેને ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગ પાસે મંજુરી માગવામાં આવી હતી તે મંજુરી આવી જતા જામનગર શહેરમાં જયેશ પટેલ અને તેના સાગરીતોને નામે કરેલ 8 કરોડની અલગ અલગ મિલકત ટાંચમાં લેવાઈ હોવાનું નિવેદન એએસપી નીતેશ પાંડેએ આપ્યું છે અને તેવોએ વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં વધુ મિલકતો પણ ટાંચમાં લેવા માટેની કાર્યવાહી પૂર્ણતાને આરે છે.