8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા

સાંજે મળનાર કેબીનેટમાં ખાતાઓની થશે ફાળવણી 

8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમા ના વિચારી શકાય તેવી સ્પષ્ટ બહુમતીથી ભાજપ ચૂંટણી જીત્યા ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે ગાંધીનગર સ્થિત સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લીધા ત્યારબાદ તેમના મંત્રીમંડળના  સભ્યોએ પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.

આજે જે મંત્રીઓએ શપથ લીધા તેમાં કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.