61 વર્ષના વૃદ્ધ બન્યા હનીટ્રેપનો શિકાર, ગેંગ દ્વારા 13 લાખ માંગવામાં આવ્યા બાદમાં..

હોટેલના રૂમમાં વૃદ્ધ સામે મહિલા નગ્ન પણ થઇ અને તેની ગેંગના માણસો આવ્યા

61 વર્ષના વૃદ્ધ બન્યા હનીટ્રેપનો શિકાર, ગેંગ દ્વારા 13 લાખ માંગવામાં આવ્યા બાદમાં..
symbolic image

Mysamachar.in-અમદાવાદ

લોકો કઈ દિવસે ને દિવસે હનીટ્રેપના શિકારમાં ફસાઈ રહ્યા છે, ત્યારે જાગૃતતા કેળવવી જરૂરી છે અન્યથા પસ્તાવાનો વારો આવી શકે છે, અમદાવાદમાં પણ વૃદ્ધને ફસાવવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. 61 વર્ષીય વૃદ્ધનો એક મહિલાએ સંપર્ક કરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાનું કહી નોકરી શોધી આપવાનું કહી મુલાકાત કરી હતી. બાદમાં બર્થડે પર હોટલમાં જવાનું કહી વૃદ્ધને હોટલમાં લઈ જઈ આ મહિલાએ નગ્ન થઈ ગઈ અને વૃદ્ધના કપડા ઉતરાવી તેઓને બહોપાશમાં જકડી લીધા હતા. તેવામાં કેટલાક લોકો આવ્યા અને મહિલા સાથે ખોટું કર્યું છે, પોલીસ કેસ કરીશું અને ગુનો નોંધાવવાની ધમકી આપી 13 લાખની માંગણી કરી હોવાનો ચકચારી મામલો સામે આવ્યો છે,

મૂળ અમરેલીના અને હાલ બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે રહે છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. દસેક દિવસ પહેલા આ વૃદ્ધના ફોન પર એક ફોન આવ્યો હતો. જેમાં સામે ફોન કરનાર વ્યક્તિએ પોતે "મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે". જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે તેવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધએ કઠવાડા જીઆઇડીસીમાં નોકરી મળશે તેવું કહેતા યુવતીએ તે સ્થળ દૂર પડશે તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજો તેમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વિજયપાર્ક આ જાના તેમ કહી વૃદ્ધને મળવા બોલાવ્યા હતા. પણ વૃદ્ધ ત્યાં જવાનું ભૂલી ગયા અને તેઓ મંદિર દર્શન કરવા નીકળી ગયા હતા.

ત્યાં દર્શન કરતા હતા ત્યાં જ આ મહિલાનો ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા આવવાનું જણાવ્યું હતું, આમ આગળ આગળ વાતો કરી અને ફેરવી વૃદ્ધને પોતાના ચક્કરમાં ફસાવવાનું શરુ કર્યું હતું, બાદમાં પરમદિવસે બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું હતું. વૃદ્ધએ જણાવ્યું કે, હોટલમાં તો આઈડી પ્રુફ માંગે છે તો મહિલાએ કહ્યું કે, તેની પાસે બધા પ્રુફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. હોટલમાં 600 રૂ. આપી રૂમ નમ્બર 503માં વૃદ્ધ ગયા હતા. બાદમાં આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતા વૃદ્ધએ બે હજાર આપ્યા હતા. બાદમાં આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સુઈ જવા કહ્યું હતું.

અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડા પહેરી લીધા હતા. તેટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. બાદમાં એક શખ્શે આવીને કહ્યું કે, આશા તેની બહેન છે તેમ કહી તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતા. બાદમાં અનેક વાર વાતો કરી 13 લાખની માંગ કરી વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રાજેશ નામના એક વ્યક્તિએ દસ લાખમાં મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું. આ દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે બળાત્કારની ફરિયાદ હોવાનું જણાવ્યું હતું. પણ ફરિયાદ કરનાર અમિષા હતી અને તે જ આશા બની આ વૃદ્ધને ફસાવી રહી હોવાનું સામે આવતા વૃદ્ધએ પોલીસને રજુઆત કરતા હનીટ્રેપનો કિસ્સો સામે આવતા બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.