રાજ્યના ૬ I.P.S ૧૫ D.Y.S.P ની બદલીઓ જાણો કોની ક્યા થઇ બદલી..

ATS ડીવાયએસપી ની પણ બદલી

રાજ્યના ૬ I.P.S ૧૫ D.Y.S.P ની બદલીઓ જાણો કોની ક્યા થઇ બદલી..

mysamachar.in-ગાંધીનગર:

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે રાજ્યના ૬ આઈપીએસ અધિકારીઓ અને ૧૫ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે,

બદલી પામેલા આઈપીએસ અધિકારીઓમાં સુરત ઝોન ૩ ના ડીસીપી બીપીન આહિરે ને એસ.પી સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગાંધીનગર,અમદાવાદ ઝોન ૭ ના ડીસીપી આર.જે.પારગીની બદલી કરીને તેવોને એસ.પી.વેસ્ટર્ન રેલ્વે વડોદરા,વેસ્ટર્ન રેલ્વે વડોદરા ના એસપી કે.એન.ડામોર ને બદલીને તેમની બદલી  ડીસીપી અમદાવાદ ઝોન-૭,તો ડીસીપી સુરત હેડકવાર્ટર વિધિ ચૌધરી ને ડીસીપી ઝોન ૩ મા મુકવામાં આવ્યા છે,તો બોટાદ એસ.પી એસ.વી.પરમાર ની બદલી ડીસીપી સુરત હેડ કવાર્ટર ખાતે,જયારે એસપીએસ હર્ષદ મહેતા કે જેવો હાલ સુપ્રિટેન્ડન્ટ જેલ વડોદરા છે તેવોની બદલી બોટાદ જીલ્લા એસ.પી તરીકે થઇ છે,

તો આઈપીએસ બાદ ડીવાયએસપી કક્ષાના ૧૫ અધિકારીઓની બદલીઓમાં છોટાઉદેપુરના જે.એમ.યાદવને મદદનીશ પોલીસ કમિશ્નર અમદાવાદ કે ડીવીઝન,ડી.જે.ચાવડા ગીર સોમનાથ થી મદદનીશ પોલીસ કમિશ્નર ડી ડીવીઝન સુરત,બી.સી.ઠક્કર ને સુરત થી મદદનીશ કમિશ્નર ટ્રાફિક સુરત શહેર,એમ.કે.રાણા ને અમરેલીથી મદદનીશ પો,કમિશ્નર એચ ડીવીઝન અમદાવાદ,પી.એ.ઝાલા ને અમદાવાદ એચ ડીવીઝન થી પીજીવીસીએલ રાજકોટ,વડોદરા જીયુવીએનએલ ના કે.કે.પંડ્યા ને યુજીવીસીએલ મહેસાણા,તો રાજકોટ થી ક્રિષ્નાબા ડાભી ને ગાંધીનગર માનવ અધિકાર આયોગ,કે.બી.ચુડાસમા ને એસીબી જુનાગઢ થી એસીબી અમદાવાદ,બી.એલ.દેસાઈ ને એસીબી અમદાવાદ થી એસીબી જુનાગઢ,એન.એસ દેસાઈ ને સુરત થી મદદનીશ પોલીસ કમિશ્નર સુરત શહેર,

જયારે પીનાકીની પરમાર ને સુરત ઈ ડીવીઝન મા થી બદલી ને એસસી એસટી સેલ સુરત,એમ.પી.સોલંકી ને આઈબી ડીસા થી આઈ.બી જુનાગઢ,વિ.આર.ખેંગાર ને આઈબી જૂનાગઢથી આઈ.બી ગાંધીનગર,એ.એમ.પરમાર આઈ.બી.ગાંધીનગર થી આઈબી ડીસા.અને અંતે કે.એમ.દેસાઈ ને એટીએસ અમદાવાદ થી આઈ.બી ગાંધીનગર રીજયન ખાતે મુકાયા છે.

આમ સરકારે આજે આઈપીએસ અને ડીવાયએસપીઓની બદલીઓનો ઓર્ડર રાજ્યના પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યા છે.