કાર-ટ્રક વચ્ચે અકસ્માત 5 લોકોના મોત 

ગતરાત્રીના અહી સામે આવી છે આ ઘટના 

કાર-ટ્રક વચ્ચે અકસ્માત 5 લોકોના મોત 

Mysamachar.in-ભાવનગર

રાજ્યમાં રોજે રોજ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.અને આવી ઘટનાઓમાં ઉતરોતર વધારો જ થઇ રહ્યો છે, વાહન ચાલકો ટ્રાફિક અને આર ટી ઓ વિભાગના નિયમો જાણે નવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડના કારણે તો ક્યાંય વાહનની ટેકનીકલ ખામીના કારણે અકસ્માતો સર્જાય છે.આવી જ વધુ એક અકસ્માતની ઘટના ભાવનગર- અમદાવાદ શોર્ટ રૂટ પર સામે આવી જેમાં  કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિઓની જિંદગી હોમાઈ જવા પામી છે.

ગતરાત્રીના 10 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રકત રંજીત બન્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર અમદાવાદના વિરાટનગરનો છે.અકસ્માતને પગલે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટિમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ તથા 108 ટીમને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.