કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 5 ના મોત...

કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 5 ના મોત...

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં અકસ્માતોની વણથંભી વણજાર વચ્ચે આજે પણ એક ગમખ્વાર સામે આવ્યો છે, જેમાં પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા છે,આ અકસ્માત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે પર આજે સવારે સર્જાયો હતો, પ્રાપ્ત થઇ રહેલી માહિતી મુજબ ભરૂચથી અમદાવાદ જતી અર્ટિગા કાર પૂરપાટ ઝડપે દોડી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બનતા હાઇવે પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.