સિમેન્ટના ટાંકામાં છુપાવીને રાજસ્થાનથી ખંભાળિયા પહોચી ગયો 460 પેટી દારુ...

પોલીસને ટાંકામાંથી દારુ કાઢવામાં પરસેવા છૂટી ગયા

સિમેન્ટના ટાંકામાં છુપાવીને રાજસ્થાનથી ખંભાળિયા પહોચી ગયો 460 પેટી દારુ...
તસ્વીર:કુંજન રાડીયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પણ બધા જાણે છે તેમ કરોડોની કિમતનો દારુ ગુજરાતમાં ઘુસી જાય છે, હજુ તો ગઈકાલની જ વાત છે જ્યાં ચોટીલા પોલીસ સ્ટાફે હોટેલના પાછળના ભાગે ટેન્કરમાં થી દારૂના કટિંગ વેળાએ પહોચી જઈને મોટીમાત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તો દારૂ ઘૂસાડનાર બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં રાજસ્થાનથી સિમેન્ટના ટાંકામાં  છુપાવી ને 460 પેટી ઈંગ્લીશ દારુ ઝડપી પાડવામાં દ્વારકા એલસીબી સ્ટાફને સફળતા મળી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાલીયા જામનગર હાઈવે પર મુન્દ્રા ફર્નીચરના શોરૂમ નજીક હાઈ બોન્ડ લખેલ સિમેન્ટના ટેન્કરમાં મોટીમાત્રામાં દારૂનો જથ્થો હોવાની માહિતી પરથી એલસીબી સ્ટાફ દોડી જઈને ચેક કરતા તેમાંથી જંગી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, દ્વારકા એલસીબીએ 16,72,800 ની કિંમતની 5520 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી છે, 12 લાખના ટેન્કર સહિત 28.73 લાખના મુદ્દામાલ સાથે એક રાજસ્થાની શખ્સ ઝડપાઈ ચુક્યો છે, જયારે ટેન્કર ચાલક તથા પાયલોટિંગ કરનાર  ફરાર બાઈક ચાલક ફરાર થઇ જતા તેની શોધખોળ સાથે દ્વારકા જીલ્લામાં આ દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો તે સહિતની દિશાઓમાં પોલીસ તપાસ હાથ ધરી છે.