જેલમાંથી 4 મોબાઈલ મળ્યા

આ પૂર્વે પણ દડામા તમાકુ સહિતની ચીજવસ્તુઓ પહોચી હતી

જેલમાંથી 4 મોબાઈલ મળ્યા

Mysamachar.in-રાજકોટ

આમ તો જેલમાં મોબાઈલ પ્રતિબંધિત છે, છતાં પણ યેનકેન પ્રકારે જેલમાં કેદીઓ સુધી મોબાઈલ પહોચી જતા હોવાના અનેક કિસ્સાઓ રાજ્યની કેટલીય જેલોમાં કેટલીવાર સામે આવી ચુક્યા છે, ત્યારે વધુ એક વખત રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ચાર મોબાઈલ જેલ ઝડતી સ્કવોડની તપાસ દરમિયાન મળી આવ્યા છે, અમદાવાદથી આવેલ જેલ ઝડતી  સ્કવોર્ડ એ જેલમાં તપાસ કરતા આ મોબાઈલ નવી જેલ વિભાગ 1 ના યાર્ડ નંબર 5ની બેરક 4 અને બેરક 2 માંથી મળી આવ્યા છે, જેલમાંથી મોબાઈલ મળી આવવાને મામલે પ્ર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જેલમાંથી દડાની અંદર તમાકુ ચાર્જર સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી છે.