આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના 4 શખ્સો ઝડપાયા

રાત્રિના સમયે બંધ કારખાના ફાર્મ હાઉસ તથા દુકાનોના તાળા તોડી ચીજવસ્તુઓની ચોરી તેમજ રોકડની ચોરી

આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના 4 શખ્સો ઝડપાયા

Mysamachar.in-રાજકોટ

રાજકોટ શહેરમાં સતત વધી રહેલ ચોરીના ગુન્હાઓ બાદ પોલીસે પણ આંતર જિલ્લા કાર્યરત ગેંગને (Gang of thieves) પકડવા કમર કસી હતી. ત્યારે આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે  આંતરરાજ્ય જિલ્લામાં ચોરીના ગુનાઓને અંજામ આપતી ગેંગના ચાર સભ્યોને પકડી પાડયા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય જિલ્લામાં ચોરીના ગુનાઓને અંજામ આપી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડયા છે. ક્રાઈમ બ્રાંચે પકડી પાડેલા તમામ આરોપીઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હોવાનું ખુલ્યું છે,રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને પકડી પાડ્યા છે તેમના નામ છે. મોહસીનશાહ રાઠોડ, જહાંગીરશા રાઠોડ, સમીર ઉર્ફે સલીમ મિતુલ પરમારને  રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓની પુછપરછ કરતા તેઓએ 22 જેટલી ચોરીના ગુનાઓને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.

ઝડપાયેલા  આરોપીઓની મોડસ ઓપરેન્ડી રાત્રિના સમયે બંધ કારખાના ફાર્મ હાઉસ તથા દુકાનોના તાળા તોડી ચીજવસ્તુઓની ચોરી તેમજ રોકડની ચોરી કરવાનું છે. તો સાથોસાથ શેરીમાં પાર્ક કરેલ વાહનોની ચોરી કરવાનું છે. આરોપીઓએ અત્યાર સુધી મોરબી સુરેન્દ્રનગર તેમજ રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તો સાથે જ રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે તેમજ હાલ 1,41,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.