Mysamachar.in-રાજકોટ:
અવનવા કીમીયાઓ અજમાવીને ઠગ ટોળકીઓ લોકોને ઠગવા નીકળી પડતી હોય છે, પણ આ ખેલ લાંબો સમય સુધી ચાલી શકતો નથી અને આવા શખ્સો પોલીસની ઝપેટમાં આવી જ જતા હોય છે, પોલીસ ગિરફતમાં બેઠેલા ત્રણ શખ્સો લોકો સાથે અલગ રીતે છેતરપિંડી કરી રહ્યાનું સામે આવ્યું છે, જયારે આ ગેંગ પૈકીનો એક શખ્સ હજુ ફરાર છે, આ ચારેય શખ્સો કરન્સી ડોલર વેચવા નીકળ્યા હતા. આ તમામ શખ્સો લોકોને સસ્તા ભાવમાં ડોલર આપવાની લાલચ આપવાના હતા. જેમાં ડોલરની થપ્પીમાં ફક્ત પહેલી જ નોટ ડોલરની રાખી હતી અને બાકી ડોલરના સાઈઝના કાગળની થપ્પીમાં રાખી અને લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું છે,
લોકો સાથે સસ્તા ભાવે ડોલર આરવાની લાલચે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા. તેવા સમયે પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ શખ્સો દ્વારા અગાઉ પણ આ રીતે સસ્તા ડોલરના નામે છેતરપીંડી કરી હતી.રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીઓને પકડી જસદણ પોલીસને સોંપ્યા છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે સસ્તા ડોલરના નામે કોઈ લોકો છેતરાયા હોઈ તો તાત્કાલિક પોલીસને જાણ કરે. હાલ તો પોલીસે સસ્તા ભાવે ડોલર વેચવાના માસ્ટર પ્લાન પર પાણી ફેરવી દીધું છે અને આરોપીઓને પણ પકડી પાડ્યા છે.