ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોએ ગુમાવ્યો જીવ 

રોડ પર કામ ચાલે છે છતાં નહિ મુકવામાં આવ્યા જરૂરી સાઈનબોર્ડ 

ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોએ ગુમાવ્યો જીવ 

Mysamachar.in-બનાસકાંઠા;

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર-મહેસાણા સિક્સલેન પર ડાઈવર્ઝન પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર કાનાવડથી અંબાજી માનતા પૂર્ણ કરવા જઈ રહ્યો હતો.છાપીના તેનીવાડા પાટીયા પાસે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ ડાઈવર્ઝનની જગ્યા ઉપર કોઈપણ જાતનું સાઈન બોર્ડ, બેરીકેટીંગ,રેડિયમ રિફ્લેક્ટ, રેડિયમ એરો વાહનચાલકોને સૂચિત કરે તેવું કોઈપણ જાતનું બોર્ડના લગાવો હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.