Mysamachar.in-જામનગર
જામનગરમાં હાલમાં ત્રણ નવા પોઝિટિવ કેસ આવેલ છે, જેમાં ૩૦ વર્ષ પુરુષ, ૫૫ વર્ષ સ્ત્રી અને ૩૬ વર્ષ સ્ત્રી એમ કુલ ૩ કેસ પોઝિટિવ આવેલ છે. ત્રણે લોકો હર્ષદમીલની ચાલીના રહેવાસી છે,૧૦ દિવસ પહેલા ધોરાજી થી જામનગર ખાતે આવેલ હતા. ગઈકાલે તાવ,શરદી જેવા લક્ષણો દેખાતા જી.જી.હોસ્પિટલ ખાતે આવેલા હતા.અને જ્યાં આજે તેના રીપોર્ટ પોજીટીવ આવ્યા છે.જામનગર જીલ્લામાં કુલ કેસોની સંખ્યા આજના ૩ કેસ મળી ને ૬૫ સુધી પહોચી છે.