રાજ્યના મા.અને મ વિભાગના ૨૬ ના.કાર્યપાલક ઈજનેરોની બદલીઓ..

કાલાવડ અને ધ્રોલજોડિયા મા પણ બદલાયા

રાજ્યના મા.અને મ વિભાગના ૨૬ ના.કાર્યપાલક ઈજનેરોની બદલીઓ..

mysamachar.in-જામનગર

આમ તો માર્ગ અને મકાન વિભાગનું નામ આવે એટલે ભ્રષ્ટાચાર ની યાદ તાજી થઇ જાય,..એવામાં જામનગર જીલ્લા પંચાયતનો બાંધકામ વિભાગ છેલ્લા ધણા સમયથી રસ્તાની કામગીરીને લઈને ધણા વિવાદમાં રહ્યો છે..અને ધ્રોલ, જોડિયા,કાલાવડ, જામનગર તાલુકો, જામજોધપુર અને લાલપુર તાલુકામાં સરકારે ફાળવેલા કરોડો રૂપિયાના ફંડનો દુરુપયોગ થયાના આક્ષેપ સાથે ગાંધીનગર સુધી ફરિયાદ પણ થવા પામી છે..તેને લઈને પણ કેટલાય અધિકારીઓના હાંજા ગગડી ગયાનું પણ જાણવા મળે છે.

થોડા સમય પૂર્વે જ ખુદ જામનગર જીલ્લા પંચાયતના માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઈજનેર પરમારે પણ વ્યક્તિગત કારણ આગળ ધરીને રાજીનામું ધરી દેતા અનેક તર્કવિતર્ક વચ્ચે બે નાયબ કાર્યપાલક ઈજનેરોની પણ બદલીઓ થતા માર્ગ અનેમકાન વિભાગ વધુ એક ચર્ચાઓમાં આવ્યું છે.

ગાધીનગર માર્ગ અને મકાન વિભાગની વડી કચેરી દ્વારા રાજ્યના બાંધકામ વિભાગના જુદા જુદા ૨૬ જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરો ની બદલી ના ઓર્ડર કરવામાં આવ્યા છે..જેમાં ૨૪ જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરો સ્વવિનંતી ને ધ્યાને લઈને બદલી કરાઇ છે,અને ૨ ઇજનેરોની જાહેરહિતમાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જેમાં જામનગર જીલ્લામા ફરજ બજાવતા  ધ્રોલ-જોડિયાના નાયબ ઇજનેર રમેશ પટેલની અને કાલાવડના નાયબ ઈજનેર એસ.કે. ચાવડાની અરસપરસ બદલીઓ કરાઇ છે..અને આ બદલી સ્વવિનંતીથી કરાઈ  હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં રોડના કામોમાં ભ્રષ્ટાચારને લઈને એસીબી થી માંડીને વિજીલન્સ સુધી પણ ફરિયાદો પહોચી છે ત્યારે આગામી સમયમાં તેનો રેલો કેટલાય અધિકારીઓના પગતળે આવે તેમ હોવાનું પણ આધારભૂત સુત્રો જણાવે છે.