એક જ વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરી 21 બોગસ સીમકાર્ડ ઇસ્યુ થઇ ગયા

તમે પણ ચેતજો કઈ રીતે વાંચો આ અહેવાલમાં

એક જ વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરી 21 બોગસ સીમકાર્ડ ઇસ્યુ થઇ ગયા
Symbolic image

Mysamachar.in:આણંદ

ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન (DoT) દ્વારા આપવામાં આવેલ શંકાસ્પદ મોબાઇલ નંબર તથા POS ના ધારકો બાબતે ઇનપુટ આપતા સાયબર ક્રાઇમ સેલ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર તથા એ.ટી.એસ. ગાંધીનગરના સંયુકત પ્રયાસથી સીમફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કરવા બોગસ સીમફ્રોડ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના બાદ આણંદ જીલ્લાના ખંભાત કંસારી ગામ ઉધ્યોગનગર ચોકડી ખાતે આવેલ "diya mobile" નામની દુકાનમાં વોડાફોન કંપનીમાં સીમકાર્ડ વેચાણ કરવાનું પ્રમોટર તરીકે કામ કરતા હોય પોતાના આર્થીક ફાયદા સારૂ સને 2021 ના વર્ષ દરમ્યાન અલગ-અલગ તારીખોએ સાહેદ હર્ષીલ પટેલ રહે.ખંભાતની જાણ બહાર તેઓના ફોટોગ્રાફનો ઉપયોગ કરી અલગ-અલગ નામે વોડાફોન કંપનીના મોબાઈલ સીમકાર્ડ એક્ટીવ કરવા માટે સાહેદ હર્ષિલ પટેલના નામે કસ્ટમર એપ્લીકેશન ફોર્મના ખોટા ઇલેક્ટ્રોનીક દસ્તાવેજો ઉભા કરી,

જેનો ખરા તરીકે ઉપયોગ કરી કસ્ટમર ફોર્મમાં ભરવાની વિગતો તથા પુરાવાઓ અન્ય લોકોના નામના સબમીટ કરી, POS એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી આરોપીઓએ ફોટાઓ અપલોડ કરી સાહેદ હર્ષીલ પટેલના નામે તેઓની જાણ બહાર વોડાફોન કંપનીના મોબાઈલ સીમકાર્ડ 21 જેટલા એક્ટીવ કરી આ સીમકાર્ડનું વેચાણ કરી મોટો નાંણાકીય આર્થિક ફાયદો મેળવી, એકબીજાની મદદગારી કરી, સાહેદ સાથે છેતરપીંડી કરી ગુનો આચરમાવા આવ્યો છે જેમાં સંડોવાચેલ આરોપીઓ ચંદ્રસિંહ ઉર્ફે દિપકભાઇ હિંમતસિંહ પરમાર, વૈભવ દિપકકુમાર પટેલ, ધ્રુવ પરેશભાઇ પટેલ તમામ રહે.ખંભાત જી આણંદ જેમાં ચંદ્રસિંહ ઉર્ફે દિપકભાઇ હિંમતસિંહ પરમાર રહે.કંસારીને ઝડપી પાડવામાં આવ્યો છે.

-નાગરિકોએ નવું સીમકાર્ડ ખરીદતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ

નવું સીમકાર્ડ ખરીદતી વખતે પોતાના આધારકાર્ડનો ફોટો કે કોપી દુકાનદારને ન આપતા ફકત આધારકાર્ડ નંબર જ આપવો ઉપરાંત નવું સીમકાર્ડ મેળવી કાર્ડને દુકાનદારના મોબાઇલમાં એક્ટીવ ન કરાવતા પોતાના મોબાઇલમાં જ એકટીવ કરાવવું, નવું સીમકાર્ડ ખરીદતી વખતે CAF માટે દુકાનદારને એકજ વાર ફોટો પાડવા દેવો. જો બીજી વાર દુકાનદાર ફોટો પાડવા જણાવે તો પહેલો ફોટો સબમીટ કરાવામાં આવેલ નથી તેની ખરાઇ કરી લેવી જોઈએ જેથી આવી છેતરપીંડીથી બચી શકાય.