આ જીલ્લામાં સામે આવ્યા એસ.ટી બસના 2 અકસ્માતો 

એક બસ ઝાડ સાથે અથડાઈ તો બીજી...

આ જીલ્લામાં સામે આવ્યા એસ.ટી બસના 2 અકસ્માતો 

Mysamachar.in-સુરત:

રાજ્યમાં અકસ્માત વિનાનો લગભગ એક દિવસ પણ નથી રહેતો એવામાં સુરત ગ્રામ્યમાં અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે, જેમાં મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર આંગલધરા ગામે બે અકસ્માત એસટી બસના સામે આવ્યા છે જેમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ પરંતુ બન્ને બનાવોમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચી હોવાનું જાણવા મળે છે,મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર બે અકસ્માતો થવાની ઘટના બની હતી, જેમાં સવારના સમયે જ બારડોલી-વલસાડ બસ (GJ-18-Z-4962) ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે અકસ્માતની નજીકના જ સ્થળે ખેડબ્રહ્નમાંથી વધઇ જતી એસટી બસ (GJ -18-Z-5022) અને ટેમ્પો (GJ-26-T-7312) સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવોમાં આઠથી નવ મુસાફરોને નાની મોટી ઇજા થતા 108 મારફત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.