દરેડ નજીક યુવતી પર 2 રાઉન્ડ ફાયરીંગ , હાલત ગંભીર

કોણે કર્યું ફાયરીંગ.?? વાંચો ગોળીમાંથી એક ગળાના ભાગે ધુસી ગઈ 

દરેડ નજીક યુવતી પર 2 રાઉન્ડ ફાયરીંગ , હાલત ગંભીર

Mysamachar.in-જામનગર:

જામનગરના દરેડ ગામ નજીક આજે બપોરના સુમારે એક મહિલા પર ખાનગી ફાયરીંગની ઘટના સામે આવી છે, મળતી વિગતો મુજબ દરેડ નજીક પરપ્રાંતીય મહિલા પર દેશી કટ્ટા વડે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા મહિલા ઈજાગ્રસ્ત બની હતી, લોહીલુહાણ હાલતમાં મહિલાને જીજી હોસ્પિટલ ખાતે  ખસેડવામાં આવી છે, જ્યાં તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી છે.મામલો સામે આવતા ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી છે.

ઈજાગ્રસ્ત યુવતીની માતાના જણાવ્યા મુજબ યુવતી આરાધના નંદકિશોરના લગ્ન ઇન્દોર સ્થિત યુવક મિથુન સાથે થયા હતા અને બાદમાં તે લગ્નજીવનમાં ડખો ચાલતો હતો અને આજે જે મિથુન સાથે યુવતીના લગ્ન થયા હતા તે અચાનક જામનગર દરેડ ખાતેના રૂમ પર આવી અને આ યુવતી પર બે રાઉન્ડ ફાયરીંગ કરતા હાલ યુવતીની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે તો પોલીસે આરોપીને ઝડપી પાડવા દોડધામ કરી રહી છે.હવે આવો જ મામલો છે કે અન્ય કઈ પોલીસની વિશેષ તપાસમાં જ સામે આવશે.