જામીન પર છોડવા અને લોકઅપ નહિ કરવાના 12,000 લેતા 2 પોલીસકર્મીઓ ઝડપાયા 

આ જીલ્લામાં પોલીસબેડામાં સોંપો પડી ગયો 

જામીન પર છોડવા અને લોકઅપ નહિ કરવાના 12,000 લેતા 2 પોલીસકર્મીઓ ઝડપાયા 
symbolice image

Mysamachar.in-ગીર સોમનાથ:

લાંચ લેતા ઝડપાઈ જવાના કેટલાય કિસ્સાઓ સામે આવે છે, છતાં જેને લાંચ લેવી જ છે તેવા લાંચિયાઓને એસીબી કે અન્ય કોઈનો ડર નથી હોતો અને ક્યારેક ઝડપાઈ જાય છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉના પોલીસ મથકના એ.એસ.આઈ અને કોન્સ્ટેબલ રૂપિયા બાર હજારની લાંચ એસીબીને હાથ ઝડપાઈ જતા જીલ્લાના પોલીસવિભાગમાં સોંપો પડી ગયો છે,

આ કેસમાં ફરિયાદી વિરૂદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુન્હો દાખલ થયેલ હોય જેની તપાસ  વિપુલભાઈ ભગવાનભાઈ મોરી, એ.એસ.આઇ. વર્ગ-3, ઉના પોલીસ સ્ટેશન આ ગુન્હાની તપાસ કરે છે  અને મયુરભાઈ ધીરુભાઈ બારડપોલીસ કોન્સ. વર્ગ-3, ઉના પોલીસ સ્ટેશન તેઓના રાઇટર છે જેથી વિપુલ મોરીએ ફરિયાદી પાસે તેની પર નોંધાયેલ ગુન્હામાં જમીન ઉપર છોડી દેવા અને લોકઅપમાં નહિ રાખવા માટે વહીવટના પ્રથમ રૂ.15,000 બાદ રકજકના અંતે રૂ.12,000 મયુર બારડને આપી દેવાનું જણાવતા લાંચના છટકા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મયુર બારડે  ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચોની  હાજરીમાં લાંચની રકમ સ્વીકારતા બન્ને આરોપીઓ એક બીજાને મદદગારી કરી છટકા દરમ્યાન ઝડપાઈ જતા એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.