Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જિલ્લા માં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધી રહી હોય તેમ આજે શહેર વિસ્તારમાં વધુ બે પોઝિટિવ કેસો સામે આવ્યા છે જે કેસો આજે સામે આવ્યા છે તેમાં એક કેસ રણજીતસાગર રોડ મારવાડા વાસ જ્યારે એક કેસ પટેલકોલોની વિસ્તારમાં નોંધાયો છે પોઝિટિવ આવેલ બન્ને કેસ પુરુષોના છે જામનગર જિલ્લામાં આજ દિવસ સુધી કુલ કેસોની સંખ્યા ૨૮ જ્યારે ૨ બાળકોનાં મોત થયાનું સતાવાર નોંધાયું છે