2 બાળકીઓના ચેકડેમમાં ડૂબી જતા મોત 

મજુરીકામ કરતા પરિવારની છે બે દીકરીઓ 

2 બાળકીઓના ચેકડેમમાં ડૂબી જતા મોત 

Mysamachar.in-જામનગર;

જામનગર જિલ્લાના કાલાવડ રણુજા હાઈવે પર આવેલા ચેકડેમમાં બે સગી બહેનો પડી ગયાની માહિતી પરથી ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું પરંતુ બે બંનેને બચાવે તે પહેલા જ તેમના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવથી આજુબાજુના વિસ્તારમાં ભારે શોક ફેલાઈ ગયો છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઈવે પર જેપીએસ સ્કૂલ નજીક ઝૂંપડા બાંધીને રહેતા પરિવારની બે બાળકી અંજલી દેવજીભાઈ દેલવાડીયા (ઉ.વ.9) અને કુંજલ દેવજીભાઈ દેલવાડીયા (ઉ.વ.11) નામની બે બાળકી નજીકમાં આવેલા ચેકડેમમાં સાંજના સમયે અકસ્માતે પડી જતાં બંને ડૂબવા લાગી હતી. જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શોધખોળ હાથ ધરતા બંને બહેનોના મૃતદેહ બહાર આવતા ભારે મજુરીકામ કરતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ થઇ છે.