જામનગર:વધુ પૈસા મેળવવાની લાલચે કાલાવડ નજીક થઇ હતી ૧૮ લાખની લુંટ...

કિરીટ  ભલીભાતી જાણતો હતો કે પાંચદેવડાની આ સહકારી મંડળીમાં થી કર્મચારી ક્યારે બેંકમાં પૈસા ભરવા માટે જાય છે..ક્યારેઆવે છે....

જામનગર:વધુ પૈસા મેળવવાની લાલચે કાલાવડ નજીક થઇ હતી ૧૮ લાખની લુંટ...

જીલ્લાના કાલાવડના મોટાપાંચદેવડા નજીક ચારદિવસ પૂર્વે થયેલ લુંટની ઘટનાનો ભેદ જામનગર એલસીબી એ ઉકેલી નાખ્યો છે..અને પાંચદેવડાના એક આરોપીએ ઘડેલ કાવતરાના ભાગરૂપે આ આખીય લુંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..

ગત તારીખ ૧૨ ના રોજ કાલાવડનાપાંચદેવડા ગામની  જયકિશાનસેવા સહકારી મંડળીના કર્મચારી હસમુખ રૂડ્કીયા ખેડૂતોના પાકધીરાણ ના આવેલ રોકડ રકમ રૂપિયા ૧૮ લાખ ગામ નજીક આવેલ નવાગામની બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ તેને આંતરી લઇ અને છરીની અણીએ મારમારી તેની પાસે રહેલ ૧૮ લાખ રોકડનો થેલો ઝૂંટવી અને નાશી છુટ્યા હતા.જે બાદ આ મામલે જામનગર એસપી પ્રદીપસેજુળ ના માર્ગદર્શન હેઠળ વિવિધ ત્રણ ટીમો આ લુંટના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી હતી..એવામાં જામનગર એલસીબી પણ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ ની મદદ લીધી અને તેમાં સફળતા મળતા એલસીબીના નિર્મળસિંહ જાડેજા,વશરામભાઈ આહીર અને કમલેશ રબારીને આજે બાતમી મળી હતી કે ૧૮ લાખની લુંટ ને અંજામ આપનાર નિકાવા તરફ આવી રહ્યાની માહિતી પર થી જુનાગઢના ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે..

આશ્ચર્યની વાત એ છે કે ઘરના જ ઘાતકી તેમ જે ગામ નજીકથી લુંટ થઇ તે ગામના જ કિરીટ ડાંગર નામના શખ્સે આ લુંટ કરવા માટેનો આખોય પ્લાન ઘડી કાઢ્યો હતો..મોટા પાંચદેવડા માં રહેતો કિરીટ  ભલીભાતી જાણતો હતો કે પાંચદેવડાની આ સહકારી મંડળીમાં થી કર્મચારી ક્યારે બેંકમાં પૈસા ભરવા માટે જાય છે..ક્યારેઆવે છે....બાદ તેને જુનાગઢના તેના મિત્રો ઈરફાન આરબ,ઈમ્તિયાજ સિપાઈ અને હાનિફ આરબ ને આ લુંટ કરવામાં આવે તો વધુ પૈસા મળશે તેવી લાલચ આપી હતી...અને  લુંટ ને કઈ રીતે અંજામ આપવો તેનું કાવતરું બનાવી આપ્યું હતું..અને તે તેમાં તે સફળ પણ રહ્યો હતો..પણ અંતે તો પોલીસ પણ આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળ રહી છે..પોલીસની તપાસમાં આ લુંટનું કાવતરું માત્ર ને માત્ર વધુ પૈસા મળે તે માટે રચવામાં આવ્યું હતું..પોલીસે લુંટની ૧૮ લાખની રકમમાંથી ૧૩.૧૦ લાખનીરોકડ,લુંટમાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ,છરી વગેરે કબજે કરી અને લુંટનું કાવતરું ઘડનાર પાંચદેવડા ગામના  કિરીટ ડાંગર ને ઝડપી પાડવા  ચક્રો ગતિમાન કર્યા છે.