ગણપતિબાપાને ૧૧૧૧૧ લાડુનો ધરાયો ભોગ..

મંડળ કઈક નવું કરવા માટે છે જાણીતું..

ગણપતિબાપાને ૧૧૧૧૧ લાડુનો ધરાયો ભોગ..

mysamachar.in-જામનગર

હાલ દુંદાળા દેવ ગણેશજી ની ભક્તિ નો માહોલ ચોતરફ છવાયેલો છે.ત્યારે જામનગર ના કૃષ્ણનગર માં આવેલ જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા ચૌદવર્ષ થી ગણપતિ પંડાલ ની સ્થાપના કરવામાં આવે છે,ત્યારે કઈક નવું કરવા માટે જામનગર નું આ મિત્ર મંડળ પણ જાણીતું છે,

આમ તો જામનગર શહેર માં ૧૦૦૦ થી વધુ ગણપતિ પંડાલો ની સ્થાપના વિવિધ મંડળો દ્વારા કરવામાં આવી છે.અને તેમાં કેટલાય મંડળો દરવર્ષ કઈક નવું કરી અને રેકોર્ડ સર્જવામાં આવતા  હોય છે.ત્યારે જામનગર ના કૃષણનગર માં આવેલ જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા ચૌદ વર્ષ થી ગણપતિ પંડાલ ની સ્થાપના કરવામાં આવે છે.અને દરવર્ષ આ ગ્રુપ દ્વારા કઈક અનોખું આયોજન કરવામાં આવે છે,

ત્યારે આ વર્ષ પણ ગણપતિજી ને અતિપ્રિય એવા ૧૧૧૧૧ લાડુ આ ગ્રુપ ના સભ્યો અને આસપાસ ના સ્થાનિકો ની ભારે જહેમત બાદ બનાવી અને ગણપતિબાપા ને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે..ગણપતિજી ને અપર્ણ કરાયેલ પ્રસાદ સમક્ષ વિસતારની બેહનો એ આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી...સાંજની આરતી બાદ આ તમામ લાડુનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે.