આ છે ૧૦ પાસ ડોક્ટર.!

આરોગ્ય વિભાગ સુતું છે,પોલીસ જાગે છે 

આ છે ૧૦ પાસ ડોક્ટર.!

Mysamachar.in-જામનગર:

જામનગર દરેડ ગામથી મસીતિયા ગામના રસ્તા ઉપર કાસમભાઈ ખફીની દુકાનમાં ભાડેથી સાઉથ કેરલાના અનીલકુમાર રામેશ્વરદાસ શર્મા મેડીકલ ડોક્ટરને લગતી  ડિગ્રી ધરાવતા ના હોવા છતાં દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે,તેવી હકિકત આધારે એસઓજીએ રેઈડ કરી બોગસ તબીબના કબજામાંથી સ્ટેથો સ્કોપ મશીન, બી.પી.માપવાનુ મશીન, તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી ફુલ રૂ. ૩૦૯૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બોગસ તબીબ વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનસૅ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે,ઝડપાયેલા બોગસ તબીબની પૂછપરછમા પોતે ધોરણ-૧૦ સુધી જ અભ્યાસ કરેલ હોવાનું પોલીસને જણાવેલ છે.