Mysamachar.in-જામનગર
આરોગ્ય સેવાની ઇમરજન્સીની સ્થિતિમાં 108 હવે લોકહૈયે વસી ગયેલી સરાહનીય સેવા છે, ત્યારે હવે જન જનને ઝડપથી સારવાર માટે પહોંચાડતી આ સેવાઓનો વ્યાપ વધ્યો છે, અને પશુઓ માટે મોબાઇલ સેવાઓ શરૂ થઇ રહી છે, સૌરાષ્ટ્રના પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારીયાએ mysamachar.in ને આપેલી વિગત મુજબ હાલાર પંથક માટે આગામી તારીખ 1 લી થી એમ.વી.ડી. -મોબાઇલ વેટરનરી ડીસ્પેન્સરી વેન કાર્યરત થનાર છે જે માટે આઠ વાન મંજુર થઇ છે, જેના નંબર 1962 રહેશે જે અંગેની વિસ્તૃત વિગતો સંપુર્ણ તૈયારીઓ બાદ જાહેર કરવામાં આવશે, આ સેવા હાલારમા ખુબ ઉપયોગી બની રહેશે કેમ કે અમુક સંસ્થાઓ આગેવાનો ગૃપ પોતે જહેમત ઉઠાવી અબોલ જીવની સારવાર માટે જહેમતતો ઉઠાવે જ છે પરંતુ શક્ય છે કે દરેક જરૂરીયાતમંદ પશુઓ સુધી ન પહોંચી શકે માટે આ ૧૦૮ ની વેટરનરી સેવા વ્યાપક ઉપયોગી બની રહેશે તેવી આશા વ્યક્ત કરાય છે,
જીવીકે ઇ.એમ.આર.આઇ. હેઠળની 108 ની સેવાએ અનેક દર્દીઓને નવજીવન આપ્યા છે તેમજ ઇમરજન્સી સારવાર અને મોબીલેશન પુરા પાડ્યા છે, તો વળી ખીલખીલાટ પણ નવજાત બાળક અને માતા માટે ખુબ ઉપયોગી પુરવાર થઇ રહ્યુ છે, બીજી તરફ જામનગર જિલ્લાની 108 ની સેવાઓની પણ દેખરેખ રાખતા આ અધીકારીએ જાડેજા અને સમગ્ર ટીમની દરેક લોકેશન ઉપર સારી કામગીરી હોવાનુ જણાવી પાયલોટ-ઇએમટી-સુપરવાઇઝર વગેરે માર્ગદર્શન થી મોટીવેટ થઇ તેમના બેસ્ટ એફોર્ટ સાથે સર્વિસ ડીલીવર કરે છે તેમ પણ ભેટારીયાએ જણાવી દ્વારકા જિલ્લા અને મોરબી જિલ્લાઓની આ સેવાઓ અંગે પણ સંતોષ વ્યક્ત કરી સુચનો અંગે પણ મુક્ત વાતાવરણ હોવાનુ જણાવ્યુ હતુ.