હાઇપ્રોફાઇલ ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 88 મોબાઇલથી કરતાં બેટિંગ !

ઇન્ટરનેશનલ કનેક્શનની શક્યતા

હાઇપ્રોફાઇલ ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, 88 મોબાઇલથી કરતાં બેટિંગ !

Mysamachar.in-અમદાવાદઃ

ગુજરાતમાંથી ફરી એકવાર ક્રિકેટ સટ્ટાના મસમોટા રેકેટનો પર્દાફાશ કરાયો છે. અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતા હાઇપ્રોફાઇલ ક્રિકેટ સટ્ટો રમાડવાના રેકેટનો પર્દાફાશ કરી 10 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. એટલું જ નહીં સટોડિયા સાથે પોલીસે 88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીડી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ પરથી કહેવામાં આવી રહ્યું છે કે ઝડપાયેલા શખ્સોનું ઇન્ટરનેશનલ બુકીઓ સાથે કનેક્શન બહાર આવી શકે છે. તો આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમાડતા હોવાનું બહાર આવ્યું છે. 

પ્રાપ્ત વિગત પ્રમાણે ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના એક ફ્લેટમાં કેટલાક શખ્સો ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યાં હોવાની બાતમીના આધારે પોલીસે રાત્રીના સમયે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમાડતા 10 જેટલા શખ્સોને ઝડપાયા હતા. પોલીસે ફ્લેટમાં જોતા આખુ ક્રિકેટ સટ્ટો રમાડવાનું નેટવર્ક ઉભુ કરેલું જોવા મળ્યું હતું. પોલીસને 57 જેટલા બોબડી લાઇનના ફોન, 31 સ્માર્ટ ફોન મળી 88 ફોન કબ્જે કર્યા હતા. જ્યારે 5 લેપટોપ, એલસીટી ટીવીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઝડપાયેલા બુકીઓ ડીસાના નવકાર ગ્રૂપ પાસે સટ્ટો કપાવતા હતા. તો સમગ્ર રેકેટમાં માસ્ટર માઇન્ડ ધવલ ઠક્કર નામનો વ્યક્તિ હોવાનું ખુલ્યું છે. જે ઝડપાયેલા શખ્સોમાંથી એક છે.