Mysamachar.in-જામનગર
લાલચ બુરી બલા હે… આ ઉકિત જામનગરમાં વધુ એક વખત સાર્થક બની છે, જેમાં 54 લોકોના દસ કરોડની રકમ મુદત પૂર્ણ થયા બાદ પણ પરત ના મળતા બે મહિલા સહીત સાત શખ્સો સામે છેતરપીંડી વિશ્વાસઘાત અને કાવતરા સહિતની કલમો હેઠળ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે, આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પર નજર કરવામાં આવે તો… આર્મીમાંથી રીટાયર્ડ થયેલા અને હાલ ડીફેન્સ કોલોનીમાં વસવાટ કરતા ફરિયાદી રણવીરપ્રતાપસિંહ સુઘાકરસિંહ સહીત કુલ 54 લોકોએ નોંધાવેલી ફરિયાદ મુજબ જામનગરના પી.એન.માર્ગ પર નિયો સ્ક્વેરમાં આવેલ ઓફીસ નંબર G/39 માં ઓમ ટ્રેડીંગ નામની ઓફીસ આવેલ છે,
આ ઓફિસમાં આરોપી હીરેન મહેન્દ્રભાઇ ઘબ્બા, મહેન્દ્રભાઇ ઘબ્બા હસમુખસિંહ જીતુભા પરમાર તોસીફ બશીરભાઇ શેખ આ તમામે ઓમ ટ્રેડીંગમાં રૂપીયા રોકવાની લાલચ આપી ફરીયાદી રણવીરપ્રતાપસિંહના રૂ.33,00,000/- તેમજ અન્ય 53 કસ્ટમરના રૂપીયા મળી કુલ દસેક કરોડ રૂપીયા આરોપીઓએ મળી ગુન્હાહીત કાવતરૂ રચી જુદા જુદા આરોપીઓના બેન્ક એકાઉન્ટોમાં જમાં કરાવી જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઇ ફરીયાદી તેમજ સાહેદોને મુદત પુરી થયે રૂપીયા પરત નહી આપી પૈસા ફેરવવાની યોજના કરી પૈસા ઓળવી જઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી ઠગાઇ કરી હોય તમામ સામે દસ કરોડની માતબર રકમની છેતરપીંડીની ફરિયાદ નોંધાતા પી.આઈ.કે.જે.ભોયે દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે,
– કોની કોની સામે નોંધાઈ ફરિયાદ
(1) હીરેન મહેન્દ્રભાઇ ઘબ્બા (2) મહેન્દ્રભાઇ ઘબ્બા (3) જય મહેન્દ્રભાઇ ઘબ્બા (4) આશાબેન હીરેન ઘબ્બા (5) હસમુખસિંહ જીતુભા પરમાર (6) તોસીફ બશીરભાઇ શેખ (7) સંગીતાબેન (એકાઉન્ટન્ટ)
– કઈ કલમ હેઠળ નોંધાયો ગુન્હો
ગુન્હો IPC કલમ 406, 420, 120(બી), 114 તેમજ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્કયુલેશન એકટ 1978 ની કલમ 3, 4 અને 5