Mysamachar.in:જામનગર
ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા જામનગર પોલીસ સતત કામ કરી રહી છે,એવામાં એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ગોહિલ ના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ.ઓ.જી. સ્ટાફના ખાનગી બાતમી હક્કિત મળેલ કે બિલાલ અબ્દુલ દલ રહે બાવાફળી, બેડી, જામનગર વાળો તેમના રહેણાંક મકાને ગેરકાયદેસર કૈફી માદક પદાર્થનુ છુટક વેચાણ કરે છે તેવી હકિકત મળતા જામનગર એસ.ઓ.જી. સ્ટાફના માણસો તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે રેઈડ કરતા રહેણાંક મકાનેથી એમ.ડી.એમ.એ. (મ્યાઉં મ્યાઉ) પાવડર 59 ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.5,95,060૫, સાથે મળી આવ્યો હતો