Mysamachar.in-રાજકોટ:
આજના સમયમાં યુવક અને યુવતી વચ્ચે થતા પ્રેમસબંધો શરીરસુખ માણવા માટે વધુ થઇ રહ્યાનું સામે આવતા કેટલાય કિસ્સાઓ પરથી ફલિત થાય છે, અને તેમાં પણ યુવતીઓને લગ્નની લાલચ આપી અને વારંવાર દુષ્કર્મ આચરવાના કિસ્સાઓમાં વધારો થતો જાય છે, જામનગરની એક યુવતી પર લગ્નની લાલચ આપી અને જામનગરના જ શખ્સે રાજકોટ એસ.ટી.ડેપો નજીક આવેલ અલગ અલગ હોટેલોમાં વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે,
રાજકોટ રેલવે વિભાગમાં ભરતી માટેની પરીક્ષા આપવા આવેલી જામનગરની યુવતી પર જામનગરના જ શંકર ટેકરી વિસ્તાર નજીક વસવાટ કરતા રાજેન્દ્ર પરમારે લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાના બે વર્ષ પહેલાના કિસ્સામાં જામનગર પોલીસમથકમાં ઝીરો નંબરની નોંધાયેલી ફરિયાદના આધારે એ ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો દાખલ કર્યો છે, ભોગ બનનાર યુવતીને આરોપી રાજેન્દ્રએ ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી અને બંને ફેસબુક ફ્રેન્ડ બાદ સબંધો આગળ વધ્યા હતા. દોઢ વર્ષ પહેલા યુવતી રાજકોટ રેલવે વિભાગની પરીક્ષા આપવા આવી હતી. સાથે તેનો ફ્રેન્ડ રાજેન્દ્ર પણ આવ્યો હતો.અને બંને બસ સ્ટેશન પાછળની હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ સમયાંતરે બંને રાજકોટ આવતા હતા અને લગ્નની લાલચ આપીને આરોપીએ અલગ અલગ હોટલમાં રોકાઈને યુવતી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો આરોપ મુકાયો છે. ફરિયાદી યુવતીનો આક્ષેપ છે કે લગ્નની લાલચ આપી તેણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.