‘હું તને કબીરસિંહની સ્ટાઈલમાં મારી બનાવીશ’, અને પછી...

ફિલ્મો જોઇ અંધ બનેલા યુવકનો કિસ્સો

‘હું તને કબીરસિંહની સ્ટાઈલમાં મારી બનાવીશ’, અને પછી...

Mysamachar.in-વલસાડઃ

હંમેશા ફિલ્મોની સારી નરસી અસર સમાજ પર થતી હોય છે. પરંતુ કેટલાક યુવાનો પર ફિલ્મોની એવી અસર થાય છે કે તે ન કરવાનું કરી બેસે છે અને કેટલીકવાર તો જેલમાં જવાનો વારો પણ આવે છે. આવી જ એક ઘટના વલસાડમાં સામે આવી છે. અહીં યુવકને કબિરસિંહ ફિલ્મ એટલી મગજમાં ચડી ગઇ કે તેણે સ્કૂલે જતી યુવતીઓની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં એક યુવતીને વોટ્સએપ પર મેસેજ કરી છેડતી કરવા લાગ્યો, યુવતીએ ફરિયાદ કરતાં યુવકને જેલમાં જવાનો વારો આવ્યો છે.

ઘટના એવી છે કે વલસાડના પારડી ગામમાં રહેતો સ્મિત પટેલ શાળાએ જતી છોકરીઓની પજવણી કરી બિભત્સ ચેનચાળા કરતો. એક યુવતી વધુ પસંદ હોવાથી સૌથી વધુ છેડતી તેણીની કરતો. શરૂઆતમાં યુવતીઓએ આ અંગે કોઇને જાણ કરી નહીં જેથી સ્મિતની હિમ્મત વધી ગઇ અને આવું રોજનું થયું. જે યુવતી વધુ પસંદ હતી તેણીના મોબાઇલ નંબર મેળવી તેના વોટ્સએપમાં મેસેજ કર્યો કે 'કબીર સિંહ ફિલ્મમાં હિરોઈન સાથે હીરો બળજબરી કરે છે તેવી જ રીતે તને તાબામાં લઇને પોતાની બનાવવા કઈ પણ કરશે'. આ મેસેજ વાંચી યુવતી થરથર કાંપવા લાગી અને સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવી.

પાણી હદથી ઉપર જતાં યુવતીએ યુવકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને પોતાના પરિવારને આ મામલે જાણ કરતા પરિવારજનોએ યુવતીને સાથે રાખી પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પારડી પોલીસે આરોપી સ્મિત પટેલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.