Mysamachar.in-જામનગર:
જામનગર યુથ કોંગ્રેસની ટીમ લડાયક ટીમ છે.તોસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા અને મહિપાલસિંહ જાડેજા સતત લોકોના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને મેદાને આવતા રહે છે અને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરે છે.અને તેની નોંધ પ્રદેશ અને રાષ્ટ્રીય લેવેલે પણ લેવાઈ છે.એવામાં ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવક કોંગ્રેસ ચૂંટણી 2021નું આયોજન કરવામાં આવ્યું હતું.અને સમગ્ર ગુજરાતમાં જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન મતદાન યોજાયું હતું.જેમાં એક વ્યક્તિ 4 મતનો મતદાન કરી શકતા હતા જેમાં પ્રથમ પર ગુજરાત પ્રમુખના દાવેદાર, બીજા ક્રમ પર ગુજરાતના મહામંત્રીના દાવેદાર,ત્રીજો મત શહેર જીલ્લાના પ્રમુખ અને ચોથા ક્રમ પર વિધાનસભાના પ્રમુખોના દાવેદારો માટે મતદાન કરવામાં આવ્યા બાદ ગઈકાલે સાંજે 6 કલાકે યુવક કોંગ્રેસની ચુંટણીનું પરિણામ જાહેર થયું હતું..
જેમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે 4300 મત મેળવીને સતત બીજી વખત ડો.તોસીફખાન પઠાણ જામનગર ઉતર વિધાનસભાના પ્રમુખ તરીકે 2296 મત મેળવી અને શક્તિસિંહ જેઠવા અને 79 દક્ષીણ વિધાનસભા બેઠકના પ્રમુખ તરીકે 1755 મત મેળવીને હાર્દિક ત્રિવેદી તો જામનગર જીલ્લા પ્રમુખ તરીકે 2633 મત મેળવીને મસરી કંડોરિયા ચુટાયા છે.