ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના ફોટા પર ખોટી ચલણી નોટો ઉડાવી રાજીનામાની માંગણી કરતુ યુવક કોંગ્રેસ અને NSUI

છેલ્લા 10 વર્ષમાં જ અનેક પેપર લીક થયા છે

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના ફોટા પર ખોટી ચલણી નોટો ઉડાવી  રાજીનામાની માંગણી કરતુ યુવક કોંગ્રેસ અને NSUI

Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પેપર લીકનો મુદ્દે ભારે ચગ્યો છે અને આ મામલો દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે, ત્યારે જામનગર યુથ કોંગ્રેસ અને NSUI ટીમ દ્વારા મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.. NSUIના આક્ષેપ મુજબ ગુજરાતની સાથો સાથે સમગ્ર ભારતમાં બેરોજગારીનો દર દીવસેને દીવસે વધતો જાય છે અને રોજગારીની તકો અને નોકરીની તકો દીવસે દીવસે ઘટતી જાય છે અને જે નોકરી જાહેર થાય છે એમા પેપર લીકના કોભાંડો થઇ જાય છે. છેલ્લા 10 વર્ષમાં જ અનેક પેપર લીક થયા છે જી.પી.એસ.સી. ચીફ ઓફીસર, રેવન્યુ તલાટી ભરતી, નાયબ ચીટનીસ, મુખ્ય સેવીકા, શિક્ષકોની ટાટ, એલ. આર. ડી., ટાટ, બીન સચીવાલય કલાર્ક, વિદ્યુત સહાયક, સબ-ઓડીટર અને હવે હેડકલાર્કની ભરતીનું કૌભાંડ ભાજપ સરકારના રાજમાં સીરીયલ ભરતી કૌભાંડનો સીલ સીલો છેલ્લા એક દસકાથી ચાલી રહ્યો છે. અને યુવાનો રોજગારી થી દુર થતા રહયા છે.

માટે આજે જામનગર યુથ કોંગ્રેસ સહિતની યુવા ટીમ દ્વારા આક્ષેપો કરી આજ રોજ ગૌણ સેવા પસંદગી સમીતીના અધ્યક્ષ કે જેની ભરતીમાં સંપૂર્ણ જવાબદારી છે એવા આસિત વોરા ના ફોટા પર એમને જેનો મોહ છે એવા રૂપિયા (ખાટી ચલણી નોટો) નો વરસાદ કરી તેમની રાજીનામાની માંગણી યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ જામનગર દ્વારા કરવામાં આવી છે.આ કાર્યક્રમ વેળાએ ધારાસભ્ય વિક્રમ માડમ, યુવક કોંગ્રેસ પ્રમુખ જામનગર ડો.તોસીફખાન પઠાણ, જામનગર ઉતર વિધાનસભા પ્રમુખ શક્તિસિંહ જેઠવા અને NSUI પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.