નિયમ મુજબ એડમિશન ફાળવણી ના કરનાર એમ.પી.શાહ કોલેજની ખાનગી કોલેજ સાથે સાંઠગાંઠનો આક્ષેપ કરતું યુથ કોંગ્રેસ 

આજે NSUI અને યુથ કોંગ્રેસની ટીમ પહોચી હતી કોલેજ ખાતે 

નિયમ મુજબ એડમિશન ફાળવણી ના કરનાર એમ.પી.શાહ કોલેજની ખાનગી કોલેજ સાથે સાંઠગાંઠનો આક્ષેપ કરતું યુથ કોંગ્રેસ 

Mysamachar.in-જામનગર

જામનગર યુથ કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણની આગેવાનીમાં આજે જામનગર ઉતર વિધાનસભાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા અને NSUI પ્રમુખ મહિપાલસિંહ જાડેજા એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે પહોચ્યા હતા, જ્યાં તેવોએ પ્રિન્સીપાલને સંબોધીને કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧/22 માટે તારીખ ૨૬/૭/૨૧ ના રોજ જોડાણ 5/7/2021“ સંદર્ભ થી સ્પષ્ટ પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવા માં આવ્યો હતો કે વર્ષ ર2021/22 વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે.

શ્રી એમ.પી.શાહ કોલેજમાં 4 ડિવિઝન છે. એટલે 143*4 એટલે કે ટોટલ 572  વિદ્યાર્થીઓને ઍડમીશન મળવા પાત્ર હતું. એમ.પી.શાહ કોલેજ માં પ્રથમ વર્ષમાં એડમિશન મેળવવા માટે અંદાજીત 2000 અરજીઓ આવી હતી. પરંતુ આ કોલેજ માં ૩જા મેરીટ સુધી જ મેરીટ ડિકલેર કરવામાં આવ્યા હતા. અને અંદાજીત 520 સુધીજ વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવા આવ્યા હતા. એટલે અંદાજીત 50 કરતા પણ વધુ એડમિશન ઓછા ફાળવવા માં આવ્યા છે.

આ અંગેની મૌખિક જાણ પણ 13 સપ્ટેમ્બરના રોજ એમ.પી.શાહ કોલેજ માં દતાણી સાહેબ ને કરેલ પણ હતી. ત્યારે પણ તેમને ખાતરી આપેલ હતી કે વિદ્યાર્થીઓ ને કોઇપણ અન્યાય નહીં થાય તે મુજબ જ પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ ઓછા એડમિશન ફાળવી ને આપે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરેલ છે. અને ખાનગી કોલેજ સાથે આપણી સાંઠ ગાંઠ હોઇ તેવો ગંભીર આક્ષેપ પણ આ રજુઆતમાં કરવામાં આવ્યો છે, વધુમાં આ રજુઆતમાં ઉલ્લેખ છે કે કોલેજે યુનિવર્સિટીના નીયમોનું પાલન કરવાનું હોઈ છે ના કે તમારા પોતે બનાવેલ નિયમોનું

ચુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. દ્વારા આજે રજૂઆત કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓને એડમિશન મળવા પાત્ર હતા તેમને નથી આપ્યા તેમને એડમિશન આપવામાં આવે અને આ પ્રકારની ગંભીર ભૂલો ભવિષ્યમાં ના થાય તેની તકેદારી રાખવામાં આવે નહીં તો ના છુટકે કોલેજ પ્રસાશન સામે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. દ્વારા આંદોલનો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.