'સંસ્કૃતિ ફાઉન્ડેશન' ના જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી અને જિલ્લા યુવા ભાજપના પ્રમુખે જન્મદિવસની કરી અનોખી ઉજવણી 

એક સમાજ સેવક તરીકેનું  બિરૂદ તેવોએ ટૂંકસમયમાં પ્રાપ્ત કર્યું છે.

'સંસ્કૃતિ ફાઉન્ડેશન' ના જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી અને જિલ્લા યુવા ભાજપના પ્રમુખે જન્મદિવસની કરી અનોખી ઉજવણી 

mysamachar.in-જામનગર:

રીયલ એસ્ટેટ ક્ષેત્ર તથા સામાજીકક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા મૂળ મોટી ભલસાણ ગામના ખેડૂત પુત્ર એવા સુરેશભાઈ વસરાએ તેમના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી અને ખરા અર્થમાં સેવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું...એક ખેડુતપુત્ર હોવાથી ખેડૂતોના ઉત્કર્ષ માટે અનેક કૃષિ જાગૃતિના કાર્યક્રમો કરી ખેડૂતોને પણ સાથ-સહકાર પૂરાં પાડે છે.વિભિન્ન ક્ષેત્રે સતત કાર્યશીલ સુરેશભાઈ વસરા રાજકીયક્ષેત્રે પણ છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સતત જાગૃત કાર્યકર તરીકે કાર્ય કરી રહયા છે.તેઓ જામનગર જિલ્લા યુવા ભાજપના પ્રમુખપદે પણ  કાર્યરત છે 

સામાજિક સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશાં અગ્રેસર રહેનાર સુરેશભાઈ વસરા સેવાભાવી સંસ્થા 'સંસ્કૃતિ ફાઉન્ડેશન' ના જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત છે.તેઓએ મહિલા સશક્તિકરણની પ્રવૃતિઓ કરીને અનેક મહિલાઓને સ્વમાનભેર સ્વરોજગારીની ભેટ ધરી છે તો સાથો-સાથ યુવાનોને પણ રમત-ગમતની પ્રવૃત્તિમાં પ્રોત્સાહિત કરી શિક્ષણક્ષેત્રે પણ પ્રોત્સાહન પૂરૂં પડ્યું છે.આથી જ આવી અનેક સેવાભાવી પ્રવૃત્તિના કારણે તેમણે એક સમાજ સેવક તરીકેનું  બિરૂદ તેવોએ ટૂંકસમયમાં પ્રાપ્ત કર્યું છે.

આમ આ સેવાકીય પ્રવૃત્તિ હવે તેમના કણકણમાં વસી ગઈ હોય તેમ સુરેશભાઈ વસરા ના જન્મ દિવસે તેઓ તથા તેમના મિત્રો દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે બાળકોને તથા દર્દીઓને વોર્ડમાં જઈને ફ્રુટનું વિતરણ કરવામાં આવેલ આમ  સુરેશભાઈ વસરાએ તેમના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી તે પ્રસંગે તેમના સ્નેહી અને મિત્રો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.આવા સેવાકીય પ્રવૃત્તિની ભેખ જાળવી રાખી જન્મદિવસે ખોટા ભપકા,જાકજમાળમાં રૂપિયાને બરબાદ કરવાને બદલે જરૂરીયાત મંદોને સેવારૂપી ભાવથી જન્મ દિવસમાં સામેલ કરી એક અનુકરણીય દાખલો બેસાડનાર સુરેશભાઈ વસરાને સમાજમાં એક નોખો દાખલો પણ બેસાડ્યો છે..