PUBG ગેમ દ્વારા યુવકે ભાભીને પટાવી, પછી કર્યું આવું...

અનોખો કિસ્સો

PUBG ગેમ દ્વારા યુવકે ભાભીને પટાવી, પછી કર્યું આવું...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-વલસાડઃ

હાલ પબ્જી ગેમ્સે યુવાધનને ઘેલું લગાડ્યું છે. યુવકો સાથે યુવતીઓ પણ પબ્જી ગેમ્સની લતે ચડી ગઇ છે. જો કે પબ્જી ગેમને લઇને સામુહિક દુષ્કર્મનો પ્રથમ  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોપાલમાં રહેતી પરીણિતાએ વલસાડના યુવકો પર સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચ્યો છે. ભોપાલની પરીણિતાનો પબ્જી ગેમના માધ્યમથી વલસાડ રહેતા યુવક સાથે પરિચય થયો હતો. બાદમાં મિત્રતા કેળવી યુવકે મહિલા પર પહેલા મુંબઇમાં અને ત્યારબાદ વલસાડ બોલાવી મિત્રો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદ બાદ સમગ્ર હકિકત બહાર આવી છે. 

પ્રાપ્ત વિગત પ્રમાણે પબ્જી ગેમના માધ્યમથી વલસાડના યુવક અને ભોપાલની પરિણીતા વચ્ચે મિત્રતા કેળવાઇ હતી. બાદમાં યુવકે પરિણીતાને નોકરીની લાલચ આપી મુંબઈ બોલાવી હતી. યુવકના ભરોસે મુંબઇ આવેલી પરિણીતાને હોટેલમાં બોલાવી યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં દુષ્કર્મનું યુવકે પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ પણ કરી લીધું. આ રેકોર્ડિંગને આધારે યુવક પરિણીતાને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. બ્લેકમેઈલના કારણે યુવકે મહિલાને વલસાડ પણ બોલાવી હતી. અને અહીં પોતાના મિત્રો સાથે મળી મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, અહીં પણ યુવકે મહિલાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ દરમિયાન મહિલના પતિએ પત્ની ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ લોકેશનનાં આધારે મહિલા વલસાડ હોવાનું ભોપાલ પોલીસના ધ્યાને આવ્યું હતું. અને વલસાડમાંથી ભોપાલ પોલીસને મહિલા મળી આવી હતી. જે બાદ મહિલાએ પોલીસને સમગ્ર આપવીતી જણાવી હતી.