Mysamachar.in-જામનગરઃ
જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI જામનગરની કારોબારીની મીટિંગ યોજાઇ હતી, યુવક કોંગ્રેસ ગુજરાત પ્રદેશના પ્રમુખ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, યુવક કોંગ્રેસ જામનગરના પ્રભારી વૈશાલીબેન શિંદે અને અમિત પટેલની આગેવાનીમાં યોજાયેલી આ કારોબારી બેઠકમાં યુવક કોંગ્રેસમાં સતત એક વર્ષથી વધુ સમયથી કાર્યશીલ હોદેદારોને નિમણુંક પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા જામનગરની વિવિધ કોલેજોમાં NSUIની નવી બોડી અને જિલ્લાના હોદેદારો જાહેર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કારોબારીની બેઠકનો મુખ્ય એજન્ડા આવનારા દિવસોમાં યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યક્રમ બુથ મથક સંયોજકની કામગીરી સહિતની ચર્ચા કરવામાં આવી હતી.