Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
આપણે એવું માનતા હોઈએ કે પોલીસ મથકમાં રહેલ વસ્તુઓ સુરક્ષિત હોય છે, પણ ના આ વાત દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પોલીસ મથકમાં ખોટી પડી છે, અહી થયું છે એવું કે પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી બાઈકની ચોરી થતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. વાત કઈક એવી છે કે ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે ખંભાળીયા પો.સ્ટે. “બી” પાર્ટ ગુ.ર.ન. 1027/21 જુ.ધા. કલમ 12 મુજબના ગુન્હાના કામે આરોપી પાસેથી કબ્જે કરેલ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં.GJ 37H 3714 કી.રૂ.40,000ની ખંભાળીયા પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઈ જતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.