લગ્ન કરવાની બાબતે મોટાભાઈને નાનાભાઈઓએ ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો
માતાને બે પુત્રો સામે નોધાવવી પડી ફરિયાદ

Mysamachar.in-ગીરસોમનાથ
હજુ તો હમણાની જ વાત છે કે ગીરસોમનાથ જીલ્લામાંપૂર્વ ધારાસભ્ય સહીત ૩ લોકો પર ફાયરીંગની ઘટના સામે આવી હતી. ત્યાં જ વધુ એક વખત ગીરસોમનાથ જીલ્લામાં ઊના તાલુકાના કાળાપણ ગામે સગા બે ભાઈએ મળીને મોટાભાઈની હત્યા કરી નાખ્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે, લગ્ન કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં આહત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો પ્રમાણે સામાન્ય બાબતમાં પહેલા બોલાચાલી થઈહતી અને બાદમાં ત્રણમાંથી એક ભાઈએ જીવ ગુમાવ્યો હતો. બે સગા ભાઈઓએ દોરીથી ગળાટૂંપોઆપીને મોટાભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે.
ઉનાના કાળાપણ ગામે રહેતા રમેશ વાજાની સગાઈ ઓલવાણ ગામ ખાતે થઇ હતી. જોકે, રમેશ વાજાની દારૂપીવાની કૂટેવને કારણે સગાઈ તૂટી ગઈ હતી. આ દરમિયાન રમેશના નાના ભાઈ ભરતના લગ્ન થતા, મોટો ભાઈ રમેશે લગ્ન કરવાની જીદ પકડી હતી. રમેશ સવાર-સાંજ દારૂનો નશો કરીને ઘરમાં ઝઘડો કરતો હતો. ગત રાત્રે રમેશ નશામાં ચૂર થઈ નાનાભાઈ ભરત તથા જેન્તી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને બીભત્સ ગાળો બોલતા ભરત અને જેન્તીએ મોટાભાઈ રમેશને મારમારીને સુતરની દોરીથી ગળાફાંસો આપીને મોતને ધાટ ઉતારી દીધો હતો.આ અંગે મૃતકની માતા જાહીબેન વાજાએ પોતાના જ બે નાના દીકરા વિરુદ્ધ ઊના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.