યુવક યુવતી બસમાં બેસ્યા, કંડકટરે જગાડ્યા તો જાગ્યા જ નહિ 

બન્નેના મોત થયાનું જાહેર થયું 

યુવક યુવતી બસમાં બેસ્યા, કંડકટરે જગાડ્યા તો જાગ્યા જ નહિ 
symbolic image

Mysamachar.in:બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં બનેલ એક બનાવથી ચકચાર મચી ગઈ છે. ડીસામાં એસટી બસમાંથી યુવક યુવતીના મૃતદેહ મળતા પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, એક યુવક અને યુવીત રાધનપુરથી અંબાજી જતી બસમાં બેસ્યા હતા. GJ18 Z 2085 નંબરની બસ અંબાજી જઈ રહી હતી. ત્યારે ડીસા પહોંચતા જ બસના કંડક્ટરે યુવક-યુવતીને જગાડ્યા હતા. પરંતુ બંને ઉઠ્યા ન હતા. જેથી બસના કંડક્ટરે પોલીસને જાણ કરી 108 દ્વારા બંન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સિવિલના તબીબોએ બંન્ને યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા. માંડવી-અંબાજી બસમાં રાધનપુરથી બેઠેલા યુવક-યુવતીએ બસમાં ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે બંન્ને મૃતકોના મૃતદેહોને પોસમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસે બંનેની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.