સાહેબ મને 2 ભૂત મારી નાખવાની ધમકી આપી છે, યુવકની પોલીસ મથકમાં અરજી

પછી શું થયું ક્લિક કરો અને જાણો

સાહેબ મને 2 ભૂત મારી નાખવાની ધમકી આપી છે, યુવકની પોલીસ મથકમાં અરજી
symbolic image

Mysamachar.in-પંચમહાલ

ક્યારેક કોઈ એવી રજૂઆત કે ફરિયાદ આવે કે પોલીસ પણ ચકરાવે ચઢી જાય..આવું જ થયું છે રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકમાં જ્યાં એક અજીબોગરીબ અરજી પોલીસ સમક્ષ યુવક લઈને આવતા ખુદ પોલીસ પણ એક તબક્કે અવઢવમાં પડી ગઈ હતી. પંચમહાલ જીલ્લાના જોટવડ ગામના યુવકે પોલીસ મથકે જઈ પોતાને ભૂતે મારી નાખવાની ધમકી આપતાં હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ આપતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જો કે પોલીસે અરજી લીધા બાદ યુવકના સ્વજનો સાથે વાત કરતા યુવક માનસિક રોગી હોવાનું બહાર આવ્યું છે.

વરસન બારિયા નામના યુવકને એવો ભ્રમ થયો હતો કે ભૂત તેને મારી નાખશે. તેમણે પોલીસ ફરિયાદ કરવાની જીદ પકડી હતી. જેથી પોલીસે અરજી લઈ તપાસ કરી હતી. જે બાદ તેમનું પરિવારજનોની હાજરીમાં કાઉન્સેલિંગ કરી ઘરે મોકલવામાં આવ્યા. યુવાનના આવા વ્યવહારથી તેમના માતા-પિતા ચિંતિત છે. 35 વર્ષીય વરસન બારિયા નામનો આ યુવક જાંબુઘોડા તાલુકાના એક ગામમાં રહે છે. તેણે પોલીસ ફરિયાદ કરી કે, ભૂતોના એક ગ્રૂપે તેનો પીછો કર્યો. બે ભૂતોએ તેને પકડી લીધો હતો, પરંતુ તે માંડ જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

યુવકે કહ્યું કે તે બહુ જ ડરી ગયો હતો. તેને ભૂતોથી બચાવી લેવામાં આવે. તેણે પોલીસમાં કહ્યું કે, તેને ભૂતથી બચાવી લેવામાં આવે. તેણે પોલીસને કહ્યુ કે, તેની સંતુષ્ટિ માટે તેની ફરિયાદ લેવામાં આવે. પોલીસે જણાવ્યું કે, ખેતરમાં કામ કરતા સમયે ભૂતોએ તેને પકડી લીધો. આ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવ્યો હતો. તે બહુ જ ડરેલો હતો. એ અસામાન્ય વ્યવહાર કરી રહ્યો હતો. તેને શાંત અને નોર્મલ કરવા માટે તેની લેખિત ફરિયાદ લેવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારે આવીને જણાવ્યુ કે, યુવક માનસિક રોગનો દર્દી છે. જોકે, તેણે ગત 10 દિવસોથી પોતાની દવા લીધી નથી. પોલીસે ફરિયાદ લઈને યુવકને ઘરે મોકલ્યો હતો. અને તેનું જરૂરી કાઉન્સેલિંગ પણ શરુ કરવામાં આવ્યા નું જાણવા મળે છે.