ભેંસ શોધવા ગયેલ યુવક લુંટનો ભોગ બન્યો 

માર મારી ત્રણ જેટલા શખ્સો 

ભેંસ શોધવા ગયેલ યુવક લુંટનો ભોગ બન્યો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-મોરબી:

જીલ્લાના ટંકારાના ઊગમણા નાકે રહેતા અને મજૂરીકામ કરતા સારૂભાઈ ભાણાભાઈ વાઘેલા નામનો યુવક દિવસ ના લજાઈની સીમમાં ભેંસો ચરાવવા ગયો હતો. સાંજે પોતાના ઘરે આવ્યા બાદ તેમની ભેસ ઘરે આવી ન હોય ભેસ શોધવા હડમતીયા અને લજાઈ ગામની સીમમાં ગયા હતા.એવામાં અંધારાનો લાભ લઇ ત્રણ જેટલા શખ્સ ત્રાટકયા હતા ધોકા જેવા હથિયાર વડે હુમલો કરી અને સારુભાઈના ગળામાંથી એક તોલા સોનાની ડોડી તથા ખિસ્સામાં રહેલા 5000 રૂપિયા લૂંટી લઇ બેફામ માર માર્યો હતો.ઇજાગ્રસ્ત હાલતમાં સારુભાઈ નજીક આવેલા સ્ટોન ક્રશર નજીક પહોંચી જતા ત્યાં કામ કરતા લોકો દોડી ગયા હતા જે બાદ આ લૂંટારું ગેંગ ભાગી છૂટી હતી.ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સારૃ ભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.