આધારકાર્ડમાં ઉમર 122 વર્ષ થઇ જતા યુવકને નથી રહ્યો પરેશાનીનો પાર

વ્યક્તિની ઓળખ જ વ્યક્તિને આ રીતે સતાવી રહી છે. .

આધારકાર્ડમાં ઉમર 122 વર્ષ થઇ જતા યુવકને નથી રહ્યો પરેશાનીનો પાર

Mysamachar.in-સુરત

ઘણી વખત એક નાની અમથી ભૂલ કેવી અને કેટલી પરેશાની સર્જાઈ તેનો બારડોલીનો એક વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. આ ભૂલે આદિવાસી પરિવારના એક યુવકને પરેશાન કરી મૂક્યો છે. બારડોલી તાલુકાના મઢી ગામે આવેલાં બેડી ફળીયામાં રહેતાં 22 વર્ષીય યુવાન યતીન સાથે થયેલી આવી એક ઘટના સામે આવી છે. આધારકાર્ડ એ હવે ભારતમાં દરેક વ્યક્તિની ઓળખનો એક મજબૂત પુરાવો બન્યો છે. આધારકાર્ડમાં ઘણી વખત ભૂલ હોવાને લીધે કોઈ કામ આગળ વધી શકતું નથી. સરકારી કે બીજી સેવાનો લાભ પણ મેળવી શકાતો નથી. આધારકાર્ડ નોંધણી દરમિયાન મઢીના બાલદા મૂકામે 22 વર્ષીય યુવક યતીનના આધારકાર્ડમાં વિગતો નોધવામાં બેદરકારી સામે આવી છે.

યતીનના આધારકાર્ડમાં તેનાં જન્મનું વર્ષ 1998ના બદલે 1898 છપાઈને આવ્યું છે. જેથી આધારકાર્ડ પ્રમાણે તેની ઉંમર 122 વર્ષની માલૂમ પડી રહી છે. બારડોલીની તમામ કચેરીમાં તે યુવાને ચંપલ ઘસ્યા છતાંય તેના આધારકાર્ડના વર્ષમાં કોઈ સુધારો કરનાર જાણે હોય જ નથી તેમ લાગી રહ્યું છે. સુધારો કરાવવા માટે યુવકને મુંબઇ યુ.આઈ.ડી ઓફીસમાં જવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્યારના આધારકાર્ડમાં તેની વધારે ઉંમરના લીધે તેનું બેંકનું ખાતું નથી ખુલી શકતું, પાનકાર્ડ નથી બની શકતું નથી, મળતા લાભો લેવામાં બહુ મુશ્કેલી સર્જાઈ છે. તેમજ યતીન નામના આ યુવાનની કારકિર્દી અત્યારે ખતરામાં પડી છે.ત્યારે કોઈની ભૂલ અને ભોગવે કોઈ તેવો ઘાટ સામે આવેલ કહાનીમાં ઘડાયો છે.